________________
૨૯૨ |
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
વેદનાએ અંતક્રિયા કરી.
મરુદેવા માતા ગૃહસ્થલિંગે સિદ્ધ થયા છે માટે મુંડિત વગેરે સૂત્રોક્ત વિશેષણ તેનામાં ઘટિત થતાં નથી. તેથી આ દષ્ટાંત એકદેશીય સમજવું.
સનકુમાર ચક્રવર્તી માટે આ સૂત્રમાં સર્વ કર્મ ક્ષય કરી મુક્ત થયાનું સ્પષ્ટ વર્ણન છે, છતાં કેટલાક વ્યાખ્યા ગ્રંથોમાં તેના માટે દેવલોકમાં ગયાનો ઉલ્લેખ મળે છે, તે સૂત્ર પ્રમાણથી યોગ્ય નથી. સંગમ = પૃથ્વીકાય આદિ છકાયની રક્ષા કરવા રૂપ સત્તર પ્રકારના સંયમથી સંપન્ન. સંવરવહુને = મિથ્યાત્વ આદિ સર્વ પ્રકારના આશ્રવથી નિવૃત થવા રૂપ સંવરની પ્રચુરતાવાળા. સમાદિળદુ = મન, વચન, કાયાથી આત્મલક્ષ્ય યુક્ત અને રાગ-દ્વેષ આદિના પ્રસંગમાં સમભાવ રાખવા રૂપ સમાધિની પ્રચુરતાવાળા. તૂટે = કામ આદિ વિકારોથી રહિત, સંયમવાન. તીરદ્દી = ભવ સાગર તરવાનો અર્થ હોય તે, મોક્ષાર્થી. ૩વહાણવું = આયંબિલ આદિ તપપૂર્વક આગમોનું અધ્યયન કરનાર.
વે દુઃખ-દુઃખનું મૂળ કારણ કર્મ છે. કર્મ હોય તો જ દુઃખ ભોગવવું પડે. કર્મોને વિલય કરવો તે દુઃખ ક્ષય. તદુપરે તવે = તથા પ્રકારનું તપ. બાહ્ય આવ્યેતર અતિ ઘોર તપ. તહપ્પIIRા વેયા = તથા પ્રકારની વેદના. ઘોર ઉપસર્ગ જન્ય વેદના. ઉન્નત-પ્રણત વૃક્ષ તથા મનુષ્યની ચૌભંગીઓ :| २ चत्तारि रुक्खा पण्णत्ता, तं जहा- उण्णए णाममेगे उण्णए, उण्णए णामेगे पणए, पणए णाममेगे उण्णए, पणए णाममेगे पणए ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- उण्णए णामेगे उण्णए जाव पणए णाममेगे पणए । ભાવાર્થ :- ચાર પ્રકારના વૃક્ષ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. તે આ પ્રમાણે છે
કુ
પુરુષ
(૧) ઉન્નત–ઉન્નત વૃક્ષ.(શરીર અને ગુણથી) (૨) ઉન્નત– પ્રણત વૃક્ષ. (૩) પ્રણત–ઉન્નત વૃક્ષ. (૪) પ્રણત-પ્રણત વૃક્ષ.
(૧) ઉન્નત–ઉન્નત પુરુષ.(શરીર–ગુણથી) (૨) ઉન્નત-પ્રણત પુરુષ. (૩) પ્રણત- ઉન્નત પુરુષ. (૪) પ્રણત-પ્રણત પુરુષ.