________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
[ ૨૯૧ ]
શરીર છૂટી જાય છે પરંતુ સૂક્ષ્મશરીર(તૈજસ અને કાર્મણશરીર) સાથે જ રહે છે. નવા જન્મમાં આ સૂક્ષ્મ શરીર દ્વારા સ્કૂલ શરીર નિષ્પન્ન થાય છે. પૂલ શરીર છૂટવા છતાં સૂક્ષ્મ શરીરના અસ્તિત્વના કારણે જન્મ, મરણની પરંપરાનો અંત આવતો નથી. સૂક્ષ્મ શરીર વિસર્જિત થાય ત્યારે જ જન્મ, મરણની પરંપરાનો અંત આવે. જે સાધક કર્મબંધનો સર્વથા ક્ષય કરે તેના સૂક્ષ્મ શરીરનો અંત થાય. આ સૂક્ષ્મ શરીરનું છૂટી જવું તે જ અંતક્રિયા છે અર્થાતુ તે જ જન્મ, મરણની પરંપરાનો અંત છે. આ અવસ્થામાં આત્મા શરીર આદિ દ્વારા ઉત્પન્ન ક્રિયાઓનો અંત કરી અક્રિય થઈ જાય છે, મુક્ત થઈ જાય છે.
અલ્પકર્મ અને દીર્ઘ શ્રમણ પર્યાય : ભરત ચક્રવર્તી :- ઘણા અલ્પકર્મી, હળુકર્મી જીવ વેદના, ઉગ્રતપશ્ચર્યા વિના લાંબા સમય સુધી શ્રમણપર્યાયમાં રહી નિર્વાણને પ્રાપ્ત થાય છે. તે માટે સૂત્રમાં ભરત ચક્રવર્તીનું નામ દષ્ટાંત રૂપે નિર્દિષ્ટ છે. ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી અપૂર્વ અનાસક્ત ભાવે રાજ્યપાલન કરતા હતા. પૂર્વ ભવના પુણ્ય પ્રભાવે અત્યંત હળુકર્મી હતા. ચક્રવર્તીપણામાં રાજ્ય પાલન કરતા છ લાખ પૂર્વ વર્ષો વ્યતીત થયા ત્યારે તેઓ શરીર અને પુદ્ગલની અસારતાના ચિંતને ચડી ગયા. શુભ અધ્યવસાયે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, વસ્ત્રાભૂષણો ઉતાર્યા અને મુનિવેષ ધારણ કરી, રાજભવનનો ત્યાગ કરી કેવળીપર્યાયમાં વિચરણ કરવા લાગ્યા. તેઓ દીર્ઘકાલ(એક લાખ પૂર્વ વર્ષો સુધી સંયમ પર્યાયનું સુખે સુખે પાલન કરી, કઠોર તપશ્ચર્યા વિના નિર્વાણને પ્રાપ્ત થયા.
મહાકર્મ અને અલ્પ શ્રમણ પર્યાયઃ ગજસુકુમાર:- ઘણા મહાકર્મી, ભારેકર્મી જીવ અલ્પ સમયમાં ઉગ્ર તપશ્ચર્યા, તીવ્ર વેદનાને વેદી નિર્વાણને પ્રાપ્ત થાય છે. જેમ કે વસુદેવ અને દેવકીના પુત્ર તથા શ્રીકૃષ્ણના નાનાભાઈ, દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ કરી, ગજસુકુમારપણે ઉત્પન્ન થયા હતા. તેમણે યુવાવસ્થાને પ્રાપ્ત થતાં જ ભગવાન અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. તે જ રાત્રે સ્મશાનભૂમિમાં એક રાત્રિની બારમી ભિક્ષુ પ્રતિમા સ્વીકારી કાયોત્સર્ગરૂપ મહાતપ શરૂ કર્યું અને તેના શ્વસુર સોમિલે માથા પર સળગતા અંગારા મૂક્યા, તેના કારણે ઘોર વેદના થઈ તેને સમભાવથી સહી નિર્વાણ પામ્યા. આ રીતે તેઓએ અલ્પ સમયની શ્રામણ્ય પર્યાયનું પાલન કરી મહાવેદનામાં મહાકર્મનો ક્ષય કરી, નિર્વાણને પ્રાપ્ત થયા.
મહાકર્મ અને દીર્ઘ શ્રમણ પર્યાયઃ સનસ્કુમાર ચક્રવર્તી :- ઘણા મહાકર્મી, ભારેકર્મી જીવ દીર્ઘકાળ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી, તીવ્ર વેદના ભોગવી નિર્વાણને પ્રાપ્ત થાય છે. જેમ કે સનસ્કુમાર ચક્રવર્તીએ શરીરમાં સોળ મહારોગ ઉત્પન્ન થવાથી, શરીરની અશુચિ ભાવનાથી ભાવિત બની, દીક્ષા ગ્રહણ કરી, ૭૦૦ વર્ષ સુધી મહાતપનું આચરણ કર્યું, દીર્ઘકાળ પર્યત સોળ મહારોગની વેદના ભોગવી, સર્વ કર્મનો ક્ષય કર્યો. આ રીતે તેણે દીર્ઘ શ્રમણ પર્યાયનું પાલન કરી મહાવેદના ભોગવતાં મહાકર્મનો ક્ષય કરી અંતક્રિયા કરી, નિવણને પ્રાપ્ત થયા. અલ્પકર્મ અને અલ્પ શ્રમણ પર્યાય : મરુદેવા :- ઘણા અલ્પકર્મી, હળુકર્મી જીવ ઉગ્ર તપશ્ચર્યા કે તીવ્ર વેદના વિના અલ્પ કાળમાં જ નિર્વાણને પ્રાપ્ત થાય છે. જેમ કે– પ્રથમ તીર્થકર ઋષભદેવના માતા હળુકર્મી હતા. તેમણે ઋષભદેવ સ્વામીના પ્રથમ સમવસરણને જોતાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ત્યારે જ આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધ થયા. આ રીતે તેઓએ અલ્પ સમયની માત્ર ભાવ શ્રમણપર્યાય અને અલ્પ