________________
સ્થાન–૩: ઉદ્દેશક-૪
[ ૨૮૩ ]
ત્રણ સાગરોપમ વ્યતીત થયા પછી ઉત્પન્ન થયા. ७६ समणस्स णं भगवओ महावीरस्स जाव तच्चाओ पुरिसजुगाओ जुगतकरभूमी। ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરના શાસનમાં ત્રીજા યુગપુરુષ જેબૂસ્વામી સુધી યુગાન્તકર ભૂમિ રહી અર્થાત્ નિર્વાણ–ગમનનો ક્રમ ચાલતો રહ્યો. ७७ मल्ली णं अरहा तिहिं पुरिससएहिं सद्धिं मुंडे भवित्ता अगाराओ अणगारिय पव्वइए ।
पासे णं अरहा तिहिं पुरिससएहिं सद्धिं मुंडे भवित्ता अगाराओ अणगारियं પલ્વરૂપ | ભાવાર્થ :- મલ્લીનાથ તીર્થકર ત્રણસો પુરુષો સાથે મુંડિત થઈ, ગૃહત્યાગ કરી, અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા.
પાર્શ્વનાથ તીર્થકર ત્રણસો પુરુષો સાથે મુંડિત થઈ, ગૃહત્યાગ કરી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા. ७८ समणस्स णं भगवतो महावीरस्स तिण्णिसया चउद्दसपुव्वीणं अजिणाणं जिणसंकासाणं सव्वक्खरसण्णिवाईणं जिणा इव अवितहं वागरमाणाणं उक्कोसिया चउद्दसपुव्विसंपया होत्था । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરના ત્રણસો શિષ્ય ચૌદ પૂર્વધર, જિન નહીં પણ જિન સમાન, સર્વાક્ષર-સન્નિપાતી તથા જિન ભગવાનની સમાન અવિતથ વ્યાખ્યાન આપનાર હતા. ભગવાન મહાવીરના ચતુર્દશપૂર્વી શિષ્યોની આ ઉત્કૃષ્ટ સંપદા હતી. ७९ तओ तित्थयरा चक्कवट्टी होत्था, तं जहा-संती कुंथू अरो। ભાવાર્થ :- ત્રણ તીર્થકરો તે ભવમાં ચક્રવર્તી પણ હતા, યથા– (૧) શાન્તિ (૨) કુંથુ (૩) અરનાથ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં તીર્થકરોની ત્રણ સંખ્યા સંબંધિત વિશેષતાઓ પ્રગટ કરી છે. યુગાંતકર ભૂમિ - તીર્થકરના નિર્વાણ પછી જેટલી પાટ સુધી જીવો મોક્ષગતિ પ્રાપ્ત કરે, તે યુગાંતકર ભૂમિ કહેવાય છે. મહાવીર સ્વામીના નિર્વાણ (૧) ગૌતમ સ્વામી બાર વર્ષ કેવળજ્ઞાની રહી મોક્ષ પામ્યા, આ પ્રથમ યુગાંતકર ભૂમિ છે. (૨) પછી સુધર્મા સ્વામી આઠ વર્ષ કેવળજ્ઞાની રહી મોક્ષ પામ્યા, આ બીજી