________________
| ૨૮૨ |
શ્રી ઠાણાંગ સત્ર-૧
અર્થાત તેની બે સમયવાળી વિગ્રહગતિ કહેવાય અને બે વળાંક લેવા પડે તો ત્રણ સમયવાળી વિગ્રહગતિ કહેવાય. પ્રસ્તુત સૂત્રમાં આ ત્રણ સમયવાળી વિગ્રહગતિનું નિરૂપણ છે. ત્રસ જીવો ત્રસનાડીમાં જ હોય છે. ત્યાંથી મૃત્યુ પામી ત્રસનાડી કે સ્થાવર નાડીમાં ઉત્પન્ન થાય છે તેથી તે વધુમાં વધુ બે વળાંક અને ત્રણ સમયમાં ઉત્પત્તિ સ્થાનમાં પહોંચી શકે છે.
સ્થાવર જીવો આખા લોકમાં વ્યાપ્ત છે. ત્રસનાડીની બહાર પૂર્વવિભાગમાં રહેલ સ્થાવર જીવને ત્રસનાડીની બહાર પશ્ચિમ વિભાગમાં ઉત્પન્ન થવાનું હોય ત્યારે તેને ત્રણ વળાંક લેવા પડે છે અને તેમાં ચાર સમય લાગે છે. ત્રીજા સ્થાનના કારણે પ્રસ્તુત સૂત્રમાં એકેન્દ્રિયને છોડીને શેષ જીવોની ત્રણ સમયની વિગ્રહગતિ કહી છે. ત્રણ ઘાતી કર્મોનો ક્ષય :|७३ खीणमोहस्स णं अरहओ तओ कम्मंसा जुगवं खिज्जति, तं जहाणाणा वरणिज्जं, सणावरणिज्ज, अंतराइयं । ભાવાર્થ :- ક્ષીણમોહવાળા અન્તિના ત્રણ કર્માશ(અવશેષ કર્મ દલિક) એક સાથે નષ્ટ થાય છે, યથા– (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) અંતરાય કર્મ. વિવેચન :
બારમાં ગુણસ્થાનવર્તી જીવનું મોહનીય કર્મ ક્ષય પામી ગયું હોવાથી "ક્ષીણ મોહ' કહેવાય છે. તેવા જીવને ૧૨મા ગુણસ્થાનકના અંતિમ સમયમાં શેષ રહેલા ત્રણે ઘાતી કર્મો એક સાથે નાશ પામે છે.
ત્રણ તારાવાળા નક્ષત્ર :७४ अभिईणक्खत्ते तितारे पण्णत्ते । एवं सवणे, अस्सिणी, भरणी, मगसिरे, પૂણે, નેફા ! ભાવાર્થ :- અભિજિત નક્ષત્રના ત્રણ તારા કહ્યા છે. તે જ રીતે શ્રવણ, અશ્વિની, ભરણી, મૃગશિર, પુષ્ય અને જયેષ્ઠા નક્ષત્રના પણ ત્રણ-ત્રણ તારા હોય છે અર્થાતુ આ સાત નક્ષત્રના ત્રણ-ત્રણ વિમાન છે. તીર્થકર સંબંધી ત્રણ સંખ્યક વિષયો :|७५ धम्माओ णं अरहाओ संती अरहा तिहिं सागरोवमेहिं तिचउब्भागपलि
ओवमऊणएहिं वीईक्कतेहिं समुप्पण्णे । ભાવાર્થ :- ધર્મનાથ તીર્થકર પછી શાંતિનાથ તીર્થકર ત્રિ ચતુર્ભાશ (૩/૪, પોણા)પલ્યોપમ ન્યૂન