________________
સ્થાન-૩: ઉદ્દેશક-૪
૨૦૧
અશુભની શ્રૃંખલા, શંકિત = ધ્યેય કે કર્તવ્ય પ્રતિ શંકાશીલ, કાંક્ષિત = ધ્યેય કે કર્તવ્યથી પ્રતિકૂળ સિદ્ધાંતની આકાંક્ષા રાખનારા, વિચિકિત્સા = ધ્યેય કે કર્તવ્યથી પ્રાપ્ત થનાર ફળ પ્રતિ સંદેહ રાખનારા, ભેદ સમાપન્ન - સંદેહના કારણે ધ્યેય પ્રત્યેની નિષ્ઠા જેની ખંડિત થઈ જાય તે, કલુષસમાપન્ન = કલુષિત મનવાળા,
=
સંદેહના કારણે ધ્યેયનો જે અસ્વીકાર કરે તે.
નરક પૃથ્વીઓના ત્રણ વલય :
७१ एगमेगा णं पुढवी तिहिं वलएहिं सव्वओ समंता संपरिक्खित्ता, तं जहा- घणोदधिवलएणं, घणवायवलएणं, तणुवायवलएणं ।
ભાવાર્થ :- રત્નપ્રભાદિ પ્રત્યેક પૃથ્વી ચારે દિશાઓમાં ત્રણ–ત્રણ વલયોથી ઘેરાયેલી છે, યથા– (૧) ઘનોધિ વલયથી (૨) ઘનવાત વલયથી (૩) તનુવાત વલયથી.
વિવેચન :
રત્નપ્રભા વગેરે સાત નરક પૃથ્વી છે તે દરેકની નીચે ઘનોદધિ વગેરે(પ્રતર રૂપે)છે, ઉપર આકાશ છે અને ચૌતરફ ઘનોદધિ, ઘનવાત અને તનુવાતના વલય છે અર્થાત્ વલયાકારે, પરિમંડલાકારે, ચૂડીના આકારે ઘનોધિ વગેરે તે નરક પૃથ્વીઓને ઘેરાયેલા છે. તેનું વિશેષ વિવરણ જીવાભિગમ સૂત્રમાં છે.
વિગ્રહગતિનો ઉત્કૃષ્ટ સમય :
७२ णेरइया णं उक्कोसेणं तिसमइएणं विग्गहेणं उववज्जंति । एवं एगिंदियवज्जं जाव वेमाणियाणं ।
ભાવાર્થ :- નારકી જીવ ઉત્કૃષ્ટ ત્રણ સમયની વિગ્રહ ગતિએ ઉત્પન્ન થાય છે અર્થાત્ પરભવમાં જતાં તેઓને વધુમાં વધુ ત્રણ સમય થાય છે. તે જ રીતે એકેન્દ્રિયને છોડીને વૈમાનિક દેવો સુધીના સર્વ જીવો ઉત્કૃષ્ટ ત્રણ સમયની વિગ્રહગતિએ ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિગ્રહગતિ–વાટે વહેતાની કાળમર્યાદાનું નિરૂપણ છે.
વિગ્રહગતિ :– વિગ્રહ એટલે મૃત્યુ સ્થાનથી જન્મસ્થાન વચ્ચેનું ક્ષેત્ર અને ગતિ એટલે ગમન. જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય ત્યારે મૃત્યુ અને ઉત્પત્તિ વચ્ચેની જીવની જે ગતિ તે વિગ્રહગતિ કહેવાય છે.
ઉત્પત્તિસ્થાન જો વિદિશામાં હોય, વિષમ શ્રેણી પર હોય તો જીવને વળાંક લેવો પડે કારણ કે સ્થૂલ શરીરરહિત જીવની ગતિ આકાશશ્રેણી અનુસાર થાય છે. જે જીવ એક વળાંક લે, તે બે સમયે પહોંચે