________________
૨૭૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
છે– (૧) સ્થિત લેશ્યા હોય (૨) અશુભ લેશ્યા હોય (૩) તે એક લશ્યાનીઅનેક પર્યાયો હોય.
પંડિત મરણ ત્રણ પ્રકારના છે અર્થાત્ પંડિત મરણમાં લેશ્યાની ત્રણ અવસ્થાઓ હોય છે(૧) સ્થિત (એક) લેશ્યા હોય (૨) અશુભ લેશ્યા હોય (૩) તે એક વેશ્યાની અનેક પર્યાયો હોય.
બાલપંડિત મરણ ત્રણ પ્રકારના છે અર્થાતુ બાલપંડિત મરણમાં લેશ્યાની ત્રણ અવસ્થાઓ હોય છે– (૧) સ્થિત (એક) વેશ્યા હોય (૨) અશુભ-અસંક્લિષ્ટ વેશ્યા હોય (૩) અપર્યવજાત લેશ્યા- તે એક વેશ્યાની અનેક પર્યાયો હોતી નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ પ્રકારના મરણની સાથે લેશ્યાની અવસ્થાઓનું ચિંતન પ્રસ્તુત કર્યું છે. તે અવસ્થાઓ ત્રણ જોડકોથી છ પ્રકારની છે– (૧) સ્થિત-અસ્થિત (૨) સંક્લિષ્ટ–અસંક્લિષ્ટ (૩) પર્યવજાત–અપર્યવજાત.
સ્થિત-અસ્થિતરૂપ પહેલા જોડકામાંથી ત્રણે મરણમાં એક સ્થિત લેશ્યા હોય છે કારણ કે મરણ સમયે જે કુષ્ણ આદિ કોઈ એક વેશ્યા હોય છે તે જ મૃત્યુથી જન્મ પર્યત સ્થિર રહે છે. પરિવર્તિત થતી નથી.
સંક્લિષ્ટ–અસંમ્પિષ્ટરૂપ બીજા જોડકામાંથી બાલમરણમાં સક્લિષ્ટ અશુભ લેશ્યાઓ હોય છે અને શેષ બે મરણમાં અસંક્લિષ્ટ શુભ લેશ્યાઓ હોય છે.
પર્યવજાત–અપર્યવજાતરૂપ ત્રીજા જોડકાનું તાત્પર્ય એ છે કે તે એક લશ્યાની વિવિધ પર્યાયો હોય તો તેને પર્યવજાત (પર્યાયવાન) કહે છે અને તે વેશ્યા વિવિધ પર્યાયો રહિત હોય તેને અપર્યવજાત કહે છે. ત્રણ મરણમાંથી બાલ અને પંડિત મરણમાં જે એક લેશ્યા હોય તેની વિવિધ પર્યાયો હોય છે તથા બાલપંડિત મરણમાં જે વેશ્યા હોય તેમાં પર્યાયો અલ્પ કે સીમિત હોય અથવા તો પર્યાયો હોતી નથી.
અહીં અપર્યવજાત શબ્દમાં 'અ' નિષેધાર્થક હોય તો પર્યાયો હોતી નથી અને 'અ' અલ્પાર્થક હોય તો પર્યાયો સીમિત હોય છે તેવો અર્થ સમજવો. કારણ કે બાલમરણવાળા ચારેય ગતિમાં જાય છે, તેમાં ચાર ગુણસ્થાન હોય છે; પંડિતમરણવાળામાં નવગુણસ્થાન હોય છે, તે બાર દેવલોક, નવગ્રેવેયક, અનુત્તર વિમાન અને મોક્ષ ગતિમાં જાય છે. જ્યારે બાલપંડિત મરણવાળામાં એક પાંચમું ગુણસ્થાન હોય છે અને તે માત્ર બાર દેવલોકમાં જ જાય છે. ઈત્યાદિ કારણે બાલપંડિતમાં અપર્યવજાત લેશ્યા કહી છે તથા શેષ બંને મરણમાં પર્યવજાત લેશ્યા કહી છે. અસ્થિરાત્મા અને સ્થિરાત્માનાં પરિણામ :
६९ तओ ठाणा अववसियस्स अहियाए असुहाए अखमाए अणिस्सेसाए अणाणु- गामियत्ताए भवंति, तं जहा