________________
| સ્થાન૩: ઉદ્દેશક-૪ _
[ ૨૭૭ ]
નિરૂપણ કર્યું છે. લેશ્યા સ્વરૂપ :- લેશ્યા બે પ્રકારની હોય છે– દ્રવ્ય અને ભાવ. (૧) કષાય અનુરંજિત અને જ્ઞાન સમુસ્થિત આત્માના જે શુભાશુભ પરિણામ તે ભાવલેશ્યા છે અને તે ભાવલેશ્યાથી આત્મામાં આકર્ષિત થતાં વેશ્યા વર્ગણાના પુદ્ગલ, તે દ્રવ્યલેશ્યા છે. દ્રવ્યલેશ્યા પુદ્ગલાત્મક છે અને ભાવલેશ્યા આત્માના પરિણામ સ્વરૂપ છે.
હિમiધાઓ :- આ પદનું તાત્પર્ય બે પ્રકારે સમજી શકાય છે– (૧) પ્રસ્તુત સૂત્રમાં શુભ અશુભ ગંધનું કથન હોવા છતાં ઉપલક્ષણથી શુભાશુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું પણ કથન સમજી લેવું જોઈએ. (૨) વર્ણ અને રસ પાંચ-પાંચ છે તથા સ્પર્શ આઠ છે તેમાં છ વેશ્યાના ત્રણ-ત્રણનું વિભાજન થઈ શકે નહીં માટે અહીં માત્ર ગંધનું કથન કર્યું છે.
સાળતાઓ :- શીત-ઉષ્ણ અને રૂક્ષ-સ્નિગ્ધ, આ ચાર સ્પર્શની અપેક્ષાએ છ લેશ્યાઓનાં બે વિભાજન થાય છે તેથી બીજા સૂત્રમાં ત્રણ અશુભ લેશ્યા શીત, રૂક્ષ સ્પર્શવાળી અને ત્રણ શુભ લેશ્યા ઉષ્ણ, સ્નિગ્ધ સ્પર્શવાળી દર્શાવી છે. તોફાનીઓ :- ત્રણ અશુભ લેશ્યાઓમાં આયુષ્યબંધ કે મરણ થાય તો જીવ દુર્ગતિગામી બને છે અને ત્રણ શુભ લેગ્યામાં આયુબંધ કે મરણ થાય તો જીવ સદ્ગતિમાં જાય છે. આ કથન વિશેષ અપેક્ષાએ છે કારણ કે ત્રણ અશુભલેશ્યામાં આયુષ્ય બંધ કે મૃત્યુ થવા છતાં જીવ ભવનપતિ અને વ્યંતરદેવ થાય છે. શુભાશુભ છ એ વેશ્યામાં મૃત્યુ થાય તો જીવ મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિય થઈ શકે છે. વિશેષ અપેક્ષામાં દ્રવ્ય અને ભાવલેશ્યા કારણ બને છે. દેવ તથા નરકમાં દ્રવ્યલેશ્યા જીવન પર્યત એકેક જ રહે છે અને ભાવલેશ્યા તેઓની પરિવર્તિત થતી રહે છે. મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં છએ દ્રવ્ય તથા ભાવલેશ્યા અંતર્મુહૂર્તમાં બદલાતી રહે છે.
બાલમરણ વગેરે સંબંધી લેશ્યા :६८ तिविहे मरणे पण्णत्ते, तं जहा- बालमरणे, पंडियमरणे, बालपंडियमरणे । बालमरणे तिविहे पण्णत्ते, तं जहा- ठियलेस्से, सकिलिट्ठलेस्से, पज्जवजायलेस्से । पंडियमरणे तिविहे पण्णत्ते, तं जहा- ठियलेस्से, असंकिलिट्ठलेस्से, पज्जव- जायलेस्से । बालपंडियमरणे तिविहे पण्णत्ते, तं जहा- ठियलेस्से, असंकिलिट्ठलेस्से, अपज्जवजायलेस्से । ભાવાર્થ :- મરણ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) બાલ મરણ (અસંયમીનું મરણ), (૨) પંડિત મરણ (સંયમીનું મરણ) (૩) બાલપંડિત મરણ (સંયમસંયમીનું મરણ).
બાલ મરણ ત્રણ પ્રકારના છે અર્થાત્ બાલ મરણમાં લશ્યાની ત્રણ અવસ્થાઓ છે, તે આ પ્રમાણે