________________
| ૨૭૬ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
કેવળજ્ઞાની જિન. કેવળી ત્રણ પ્રકારના છે, યથા– (૧) અવધિજ્ઞાની કેવળી (૨) મન:પર્યવજ્ઞાની કેવળી (૩) કેવળજ્ઞાની કેવળી. અહત ત્રણ પ્રકારના છે, યથા– (૧) અવધિજ્ઞાની અહંત (૨) મન:પર્યવજ્ઞાની અહંત (૩) કેવળજ્ઞાની અત. વિવેચન :
આ સૂત્રમાં રાગ-દ્વેષને જીતનાર જિન, પરિપૂર્ણ જ્ઞાનવાન કેવળી અને જેના માટે કોઈ રહસ્ય છૂપું નથી તે અહંતુ, આ ત્રણેના ત્રણ-ત્રણ પ્રકાર બતાવ્યા છે. કેવળ જ્ઞાની જિન, કેળવજ્ઞાની કેવળી અને કેવળજ્ઞાની અહત યથાર્થ રૂપે જિન, કેવળી અને અર્વત છે. શેષ અવધિજ્ઞાની અને મનઃ પર્યવજ્ઞાનીને ઔપચારિક રૂપે જિનાદિ કહ્યા છે. કેવળ જ્ઞાનની જેમ આ બંને જ્ઞાન સાક્ષાત્ આત્માથી થાય છે અને પ્રત્યક્ષ જ્ઞાન છે તેથી તેને ઉપચારથી જિન કેવળી અને અહંત કહ્યા છે. લેશ્યાઓના લક્ષણ અને ગતિ :
६६ तओ लेसाओ दुब्भिगंधाओ पण्णत्ताओ, तं जहा- कण्हलेसा, णीललेसा, काउलेसा । तओ लेसाओ सुब्भिगंधाओ पण्णत्ताओ, तं जहा- तेउलेसा, पम्हलेसा, सुक्कलेसा । ભાવાર્થ :- ત્રણ લેશ્યાદુરભિગંધવાળી છે, યથા- (૧) કૃષ્ણ લેશ્યા (૨) નીલલેશ્યા (૩) કાપોતલેશ્યા. ત્રણ લેશ્યા સુરભિગંધવાળી છે, યથા– (૧) તેજોલેશ્યા (૨) પાલેશ્યા (૩) શુકલલેશ્યા. ६७ तओ लेसाओ दोग्गइगामिणीओ, संकिलिट्ठाओ, अमणुण्णाओ, अविसुद्धाओ, अप्पसत्थाओ, सीयलुक्खाओ पण्णत्ताओ, तं जहा- कण्हलेसा, णीललेसा, काउलेसा ।
तओ लेसाओ सोगइगामिणीओ, असंकिलिट्ठाओ मणुण्णाओ, विसुद्धाओ, पसत्थाओ, णि ण्हाओ पण्णत्ताओ, तं जहा- तेउलेसा, पम्हलेसा, सुक्कलेसा । ભાવાર્થ - ત્રણ લેશ્યા દુર્ગતિગામિની, સંક્લિષ્ટ(અશુભ, ક્લેશયુક્ત), અમનોજ્ઞ, અવિશુદ્ધ, અપ્રશસ્ત અને શીત-રૂક્ષ પુલ પરિણામી છે, યથા– (૧) કૃષ્ણ લેશ્યા (૨) નીલ ગ્લેશ્યા (૩) કાપોત લેશ્યા.
ત્રણ લેશ્યા સુગતિગામિની, અસંક્લિષ્ટ, મનોજ્ઞ, પ્રશસ્ત અને સ્નિગ્ધ-ઉષ્ણ પુદ્ગલ પરિણામી કહી છે, યથા– (૧) તેજો વેશ્યા (૨) પદ્મ લેશ્યા (૩) શુકલ લેશ્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ-ત્રણના બે વિભાગ પાડી તે છએ વેશ્યાની શુભાશુભતા અને તેના પરિણામનું