________________
સ્થાન–૩: ઉદ્દેશક-૪
[ ૨૭૫ |
ભોગપભોગના પદાર્થોનું ગ્રહણ અને સેવન ઈત્યાદિ પ્રવૃત્તિ પર્યાપારના કહેવાય છે. પાપની નિવૃત્તિની જેમ પાપની આસક્તિ અને પ્રવૃત્તિના ત્રણ-ત્રણ ભેદોનું સ્વરૂપ છે, યથા- (૧) જાણવા છતાં પણ ઉદયની પ્રબલતા વશ આસક્તિ અને પરિસ્થિતિવશ પ્રવૃત્તિ કરવી. (૨–૩) અજ્ઞાનદશાથી અને ફળ પ્રતિ સંદેહ શીલતા પૂર્વક આસક્તિ અને પ્રવૃત્તિ કરવી.
શાસ્ત્ર રહસ્યનો નિર્ણય :६४ तिविहे अंते पण्णत्ते, तं जहा- लोगंते, वेयंते, समयंते ।
ભાવાર્થ :- અંત(રહસ્ય)ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) લૌકિક શાસ્ત્રોના રહસ્યનો નિર્ણય. (૨) વૈદિક શાસ્ત્રના રહસ્યનો નિર્ણય. (૩) સ્વસમય-જૈન સિદ્ધાંતોના રહસ્યનો નિર્ણય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અંત' શબ્દ સાર, નિષ્કર્ષ, નિર્ણય, રહસ્ય વગેરે અર્થમાં પ્રયુક્ત છે. તો તે – લોક શબ્દથી અહીં ચૌદ રાજલોકનું ગ્રહણ કર્યું નથી પરંતુ લોક માન્ય અર્થશાસ્ત્ર વગેરેનું ગ્રહણ કર્યું છે. તેના આધારે જે નિર્ણય થાય છે અને તેનાથી અર્થ નિષ્પાદન(ધનોપાર્જન)ના વિષયને જાણવો તે 'લોકાન્ત' કહેવાય છે.
વે તે - ઋગ્વદ આદિ ચારે વેદોના રહસ્યને જાણવા તેને વેદાન્ત કહે છે, વેદોના આધારે જે નિર્ણય કરવામાં આવે તે પણ વેદાન્ત કહેવાય છે અને વેદના અંતિમ અધ્યાયમાં વેદના નિષ્કર્ષ(રહસ્ય-સાર) રૂ૫ વેદાન્તનો ઉલ્લેખ મળતો હોવાથી તેને પણ વેદાન્ત કહેવાય છે.
સમયતે – સમય શબ્દથી અહીં સ્વસિદ્ધાંત એટલે જૈન સિદ્ધાંત ગ્રહણ કર્યા છે. તે સિદ્ધાંતોના તત્ત્વને જાણવા રહસ્યોને સમજવા તે સમયાન્ત કહેવાય છે. સિદ્ધાંતના આદેશ–ઉપદેશને હૃદયંગમ કરી કર્મમલથી વિમુક્ત થઈને નિર્વાણની પ્રાપ્તિ તે જ ખરેખર વાસ્તવમાં સમયાન્ત કહેવાય છે. જિન, કેવળી અને અર્વતના ત્રણ-ત્રણ પ્રકાર :६५ तओ जिणा पण्णत्ता, तं जहा- ओहिणाणजिणे, मणपज्जवणाणजिणे, केवल- णाणजिणे । तओ केवली पण्णत्ता, तं जहा- ओहिणाणकवली, मणपज्जवणाण- केवली. केवलणाणकेवली । तओ अरहा पण्णत्ता. तं जहा- ओहिणाणअरहा, मणपज्जवणाणअरहा, केवलणाणअरहा ।
ભાવાર્થ - જિન ત્રણ પ્રકારના છે, યથા– (૧) અવધિજ્ઞાની જિન (૨) મન:પર્યવજ્ઞાની જિન (૩)