________________
૨૭૨ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
અતિયાનઋદ્ધિ. ળિનારી :- નિર્માણઋદ્ધિ. નિર્માણનો અર્થ છે નગરમાંથી બહાર નીકળવું. ચતુરંગી સેના, સામત્ત, પરિવાર વગેરેની સાથે રાજા નગરની બહાર નીકળે તે નિર્માણઋદ્ધિ.
જાફી – આચાર્યની ઋદ્ધિ. વિશિષ્ટ શ્રુતજ્ઞાન, શંકા રહિત પ્રભાવક પ્રવચન, નિરતિચારપણે સંયમનું પાલન; તે ગણિ–આચાર્યનો વૈભવ છે.
સત્તા વિરા મસિયા - સૂત્રમાં દેવાદિની બીજા પ્રકારની ઋદ્ધિ સચિત્ત, અચિત્ત અને મિશ્રની અપેક્ષાએ કહી છે. જેમ કે દેવોને- (૧) દેવીઓ, પરિષદ વગેરે સચિત્ત (૨) વૈક્રિય કૃત પદાર્થો, આભૂષણ વગેરે અચિત્ત (૩) વૈક્રિય પદાર્થો સહિત દેવ-દેવીઓ મિશ્ર ઋદ્ધિ છે. રાજાને– (૧) રાણીઓ, પરિષદ, પ્રજા વગેરે સચિત્ત (૨) ભવન, કોઠાર, ભંડાર, યાન-વિમાન અચિત્ત (૩) વસ્ત્રાભૂષણ સુસજ્જિત રાણીઓ, પ્રજા, રથ, સશસ્ત્ર સેના વગેરે મિશ્ર ઋદ્ધિ છે. આચાર્યને– (૧) ગચ્છાધિપતિને શિષ્ય, શિષ્યા કે ચતુર્વિધ સંઘ સચિત્ત ઋદ્ધિ છે. (૨) ધાર્મિક ઉપકરણ અચિત્ત ઋદ્ધિ છે. જોકે શ્રમણનો આચાર છે કે તે શોભા માટે કોઈ ઉપકરણ રાખતા નથી, છતાં પણ સૂત્રમાં આચાર્યના અતિશય વર્ણનમાં ઉપકરણનો અતિશય કહ્યો છે. તેથી તેઓને શોભાયુક્ત ઉપકરણ–વસ્ત્રાદિ રાખવા, તે આગમસમ્મત છે. (૩) ધાર્મિક ઉપકરણ યુક્ત સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ સહિત ધર્મસભા વગેરે મિશ્રઋદ્ધિ છે.
ગર્વના ત્રણ પ્રકાર :६० तओ गारवा पण्णत्ता, तं जहा- इड्डीगारवे, रसगारवे, सायागारवे । ભાવાર્થ :- ગૌરવ ત્રણ પ્રકારના છે, યથા- (૧) ઋદ્ધિગૌરવ (૨) રસગીરવ (૩) શાતાગૌરવ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ગૌરવ એટલે પ્રાપ્ત પુણ્યસામગ્રીના અભિમાન(ગર્વ-ઘમંડ)ની પ્રરૂપણા છે. અભિમાન થવાના ત્રણ નિમિત્ત કારણો કહ્યા છે. (૧) ગિરવે – પુણ્ય પ્રભાવે પ્રાપ્ત ધનસંપતિ, પદ, પ્રતિષ્ઠા, વૈભવાદિના કારણે અહંકાર ઉત્પન્ન થાય તે ઋદ્ધિ ગર્વ કહેવાય. (૨) IIRવેદ-પુણ્ય પ્રભાવે પ્રાપ્ત ઘી, દૂધ, રસાદિયુક્ત ભોજન સામગ્રીનો અને ઉપલક્ષણથી પાંચે ય ઈન્દ્રિયના વિષયોની ઉપલબ્ધિના કારણે અહંભાવ આવે તે રસ ગર્વ કહેવાય. (૩) સીયારવે – પુણ્ય પ્રભાવે પ્રાપ્ત શારીરિક સ્વાથ્ય, શાતા, સુખશીલતા, સુકુમારતા અંગે વ્યક્તિને અભિમાન થાય તે શાતા ગર્વ કહેવાય.