________________
સ્થાન–૩: ઉદ્દેશક-૪
૨૭૩
વ્યક્તિ ઋદ્ધિગર્વથી લોકેષણાવાળો, રસ ગર્વથી નિરણકંપી અને શાતાગર્વથી સાધના હીન બની જાય છે માટે કર્મબંધથી બચવા માટે ત્રણે ય ગર્વનો ત્યાગ કરવો આવશ્યક છે.
ત્રણ પ્રકારના કરણ :६१ तिविहे करणे पण्णत्ते, तं जहा- धम्मिए करणे, अधम्मिए करणे, धम्मियाधम्मिए करणे । ભાવાર્થ :- કરણ ત્રણ પ્રકારના છે, યથા– (૧) ધાર્મિક કરણ (૨) અધાર્મિક કરણ (૩) ધાર્મિક અધાર્મિક કરણ.
વિવેચન :વ૨ણ - મહાવ્રતાદિ રૂપ આચરણની જેના દ્વારા પુષ્ટિ થાય તેવા અનુષ્ઠાન કરણ કહેવાય છે. તાત્પર્ય એ છે કે (૧) સંયમના અનુષ્ઠાન ધાર્મિક કરણ છે (૨) અસંયમીના અનુષ્ઠાન અધાર્મિક કરણ છે (૩) શ્રાવકના કેટલાક અનુષ્ઠાન ધાર્મિક-અધાર્મિક કરણ કહેવાય છે, યથા– દાન, પુણ્ય વગેરે કાર્ય. શ્રાવકના સામાયિક, પૌષધ વગેરે અનુષ્ઠાનો ધાર્મિક અનુષ્ઠાન છે, તેને મિશ્ર અનુષ્ઠાન ન સમજવા. ધર્મોપદેશના ત્રણ ગુણો -
६२ तिविहे भगवया धम्मे पण्णत्ते, तं जहा- सुअहिज्झिए, सुज्झाइए, सुतवस्सिए । जया सुअहिज्झियं भवइ तया सुज्झाइयं भवइ, जया सुज्झाइयं भवइ तया सुतवस्सिय भवइ, से सुअहिज्झिए सुज्झाइए सुतवस्सिए सुयक्खाए ण भगवया धम्मे पण्णत्ते ।
ભાવાર્થ :- ભગવાને ત્રણ પ્રકારે ધર્મ કહ્યો છે, યથા- (૧) સુઅધીત (૨) સુધ્યાત (૩) સુતપસ્વિત. જ્યારે ધર્મ સુઅધીત થાય ત્યારે તે સુધ્યાત થાય અને જ્યારે તે સુધ્યાત થાય ત્યારે તે સુતપસ્વિત થાય છે. આ પ્રકારના સુઅધીત, સુધ્યાત અને સુતપસ્વિત એવા સુઆખ્યાત ધર્મને ભગવાને કહ્યો છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સુઆખ્યાત, સુકથિત ધર્મનું પ્રતિપાદન છે. (૧) સુઅધીત–સમીચીન રૂપે અધ્યયન કરીને સમજેલો વિષય સુઅધીત કહેવાય છે. (૨) સુધ્યાત-સમીચીન રૂપે તેનું ચિંતન કરીને સમજેલો વિષય સુધ્યાત કહેવાય છે. (૩) સુતપસ્વિત-જીવનમાં આચરિત, અનુભવિત વિષય સુતપસ્વિત કહેવાય છે. તીર્થકર પ્રભુ એવા ત્રણ ગુણ યુક્ત ધર્મનું નિરૂપણ કરે છે.