________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૪
[ ૨૭૧ |
ભાવાર્થ :- ઋદ્ધિ ત્રણ પ્રકારની છે, યથા– (૧) દેવઋદ્ધિ (૨) રાજ્યઋદ્ધિ (૩) ગણિ(આચાર્ય)ઋદ્ધિ. ५७ देविड्डी तिविहा पण्णत्ता,तं जहा- विमाणिड्डी, विगुव्वणिड्डी, परियारणिड्डी। अहवा देविड्डी तिविहा पण्णत्ता, तं जहा- सचित्ता, अचित्ता, मीसिया । ભાવાર્થ :- દેવઋદ્ધિ ત્રણ પ્રકારની છે, યથા– (૧) વિમાન ઋદ્ધિ (૨) વૈક્રિય ઋદ્ધિ (૩) પરિચારણા ઋદ્ધિ. અથવા દેવઋદ્ધિ ત્રણ પ્રકારની છે, યથા– (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્રઋદ્ધિ. ५८ राइड्डी तिविहा पण्णत्ता, तं जहा- रण्णो अइज्जाणिड्डी (अतियाणिड्डी), रण्णो णिज्जाणिड्डी, रण्णो बल-वाहण-कोस-कोट्ठागारिड्डी । अहवा राइड्डी तिविहा पण्णत्ता, तं जहा- सचित्ता, अचित्ता, मीसिया । ભાવાર્થ :- રાજ્ય ઋદ્ધિ ત્રણ પ્રકારની છે– (૧) રાજાની નગરાગમન ઋદ્ધિ (૨) રાજાની બહિર્ગમન ઋદ્ધિ (૩) રાજાના સેના, વાહન, કોષ, કોઠાર વગેરેની ઋદ્ધિ. અથવા રાજ્યઋદ્ધિ ત્રણ પ્રકારની કહી છે(૧) સચિત્ત(૨) અચિત્ત (૩) મિશ્ર. ५९ गणिड्डी तिविहा पण्णत्ता, तं जहा- णाणिड्डी, दंसणिड्डी, चरित्तिड्डी । अहवा गणिड्डी तिविहा पण्णत्ता, तं जहा- सचित्ता, अचित्ता, मीसिया । ભાવાર્થ :- આચાર્યની ઋદ્ધિ ત્રણ પ્રકારની છે, યથા– (૧) જ્ઞાનઋદ્ધિ (૨) દર્શનઋદ્ધિ (૩) ચારિત્રઋદ્ધિ, અથવા આચાર્યની ઋદ્ધિ ત્રણ પ્રકારની છે, યથા- (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવ, રાજા અને આચાર્યની ઋદ્ધિનું કથન છે. ઋદ્ધિ એટલે ઐશ્વર્ય, વૈભવ, શોભા.
વેવિ :- દેવઋદ્ધિ. (૧) દેવના ઉત્પન્ન થવાના કે માલિકીના વિમાન (૨) વૈક્રિય શરીર બનાવવાની શક્તિ (૩) પરિચારણા- દેવીઓ સાથે પાંચે ય ઈન્દ્રિયોનાં સુખ ભોગવવાની વિશેષ પદ્ધતિ. તે દેવ કે ઈન્દ્રની ઋદ્ધિ કહેવાય છે.
રાઠ્ઠી :- રાજ્યાદ્ધિ. (૧) વૈભવપૂર્વક નગરપ્રવેશ (૨) ચતુરંગી સેના સહિત નગરમાંથી નીકળવું (૩) કોષ–ખજાનો, મહેલ, સેના વગેરે રાજાની ઋદ્ધિ છે. અજ્ઞાળિફી - અતિયાનઋદ્ધિ. અતિયાનનો અર્થ છે નગરપ્રવેશ. રાજા કે રાજાના અતિથિવિશેષ નગરમાં આવે ત્યારે દ્વાર, તોરણ, કમાન, પ્રદર્શન, અષ્ટમંગલ વગેરે દ્વારા નગરને શણગારવામાં આવે, જલપાન, અલ્પાહાર વગેરે આયોજન કરવામાં આવે, રાજમાર્ગ પર હજારો વ્યક્તિ ભેગી થાય છે; તે