________________
[ ૨૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
कया णं अहं अप्पं वा बहुयं वा परिग्गहं परिचइस्सामि ! ॥१॥ कया णं अहं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइस्सामि ! ॥२॥ कया णं अहं अपच्छिम-मारणंतिय संलेहणा-झूसणा-झूसिए भत्तपाणपडियाइक्खिए पाओवगए कालं अणवकखमाणे विहरिस्सामि ! ॥३॥
एवं समणसा सवयसा सकायसा पागडेमाणे समणोवासए महाणिज्जरे महा- पज्जवसाणे भवइ । ભાવાર્થ :- ત્રણ કારણોથી શ્રમણોપાસક(ગૃહસ્થ શ્રાવક) મહાનિર્જરા તથા મહાપર્યવસાનવાળા થાય છે– ક્યારે હું થોડો અથવા ઘણો પરિગ્રહ છોડીશ. ll૧ll ક્યારે હું મુંડિત થઈ ઘર છોડી અણગાર બનીશ. /રા ક્યારે હું જીવનના અંતે આહારપાણી અને કષાયના પરિત્યાગ રૂપ સંલેખના કરી, પાદપોપગમન સંથારો સ્વીકારી, મૃત્યુની ઈચ્છા કર્યા વિના વિચારીશ. રૂા.
આ રીતે ઉત્તમ ભાવના ભાવતા શ્રમણોપાસક કર્મોની મહાનિર્જરા કરનાર થાય છે અને મહાન સંસારનો અંત કરી, મુક્તિ પ્રાપ્ત કરનાર થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મહાનિર્જરાના કારણભૂત સાધુ અને શ્રાવકના ત્રણ-ત્રણ મનોરથનું દિગ્દર્શન છે.
પ્રતિદિન મનોરથનું ચિંતન સાધકને લક્ષ્ય પ્રતિ જાગૃત રાખે છે, તથા પ્રકારની ભાવનાથી આત્માને ભાવિત કરે છે અને તે પ્રકારે ભાવિત થયેલું ચિત્ત તે દિશામાં પુરુષાર્થશીલ બને છે. આ રીતે શ્રમણ અને શ્રમણોપાસકના ત્રણ ત્રણ મનોરથની મહત્તા છે.
તેથી જ સૂત્રના અંતિમ વાક્યમાં કહ્યું છે કે ઉત્તમ ભાવનાથી સાધક કર્મોની મહાનિર્જરા કરે છે અને મહાન સંસારને પાર કરી મુક્તિ પ્રાપ્ત કરે છે. મહાઝિરે – બાંધેલા કર્મ ક્ષય પામે, આત્માથી છૂટા પડી જાય તેને નિર્જરા કહે છે. કર્મો વિપુલ માત્રામાં ક્ષય પામે તેને મહાનિર્જરા કહે છે.
મહાપHવવાને :-મહાપર્યવસાનના બે અર્થ થાય છે. સમાધિમરણ અને અપનર્મરણ. જે વ્યક્તિની મહાનિર્જરા છે તેનું સમાધિમરણ થાય છે અને ઉત્તમ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. જો સંપૂર્ણ કર્મની નિર્જરા થઈ જાય તો તેનું અપુનર્મરણ થાય છે અર્થાત્ તે જન્મ, મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે.
- ઉક્ત સૂત્રમાં પ્રથમ સૂત્ર શ્રમણની અપેક્ષાએ અને પછીનું સૂત્ર શ્રમણોપાસકની અપેક્ષાએ છે. બન્નેમાં ત્રીજો મનોરથ સમાન છે. પત્ત વિહાર પતિમા :- શ્રમણના મનોરથમાં બીજો મનોરથ એકલ વિહાર પ્રતિજ્ઞાનો છે. જે