________________
સ્થાન-૩: ઉદ્દેશક-૪
એકાકી વિચરણ કરી આત્મ સાધના કરે તેને માટે સૂત્રમાં એકલ વિહાર પ્રતિમા કહેલ છે. ત્રણ પ્રકારના સાધક એકલા વિચરે– (૧) એકાકી વિહાર પ્રતિજ્ઞા સ્વીકાર કરી હોય તો (૨) જિન કલ્પ સ્વીકાર કર્યો હોય તો (૩) માસિકી આદિ બાર પડિમા સ્વીકારી હોય તો.
૨૯
આઠ ગુણ :– ઠાણાંગ સૂત્રના આઠમા સ્થાનના આધારે એકાકી વિહાર પ્રતિજ્ઞા ધારકના આઠ ગુણ બતાવ્યા છે. તે આઠ ગુણ આ પ્રમાણે છે– ૧, શ્રદ્ધાવાન ૨, સત્યવાદી ૩, મેધાવી ૪, બહુશ્રુત ૫, શક્તિમાન ૬, અલ્પાધિકરણ ૭, ધૃતિમાન ૮, વીર્ય સંપન્ન. ઠાણાંગ સૂત્રના છઠ્ઠા સ્થાનના વર્ણન અનુસાર આ આઠ ગુણમાંથી પ્રારંભના છ ગુણ સંઘાડા પ્રમુખ થઈ વિચરણ કરનારા દરેક સાધુ-સાધ્વીમાં હોવા જરૂરી છે. અહીં એકલવિહાર કરનારમાં શેષ બે ગુણ વિશેષ કહ્યા છે.
ત્રણ પ્રકારના પુદ્ગલ પ્રતિઘાત :
|५३ तिविहे पोग्गलपडिघाए पण्णत्ते, तं जहा- परमाणुपोग्गले परमाणुपोग्गलं पप्प पडिहण्णिज्जा, लुक्खत्ताए वा पडिहण्णिज्जा, लोगंते वा पडिहण्णिज्जा ।
ભાવાર્થ :- ત્રણ કારણે પુદ્ગલોનો પ્રતિઘાત થાય છે, તે આ પ્રમાણે છે– (૧) એક પરમાણુ પુદ્ગલ બીજા પરમાણુ પુદ્ગલ સાથે અથડાય ત્યારે પ્રતિઘાત પામે છે. (૨) રૂક્ષરૂપે પરિણત થઈ પ્રતિઘાત પામે છે અથવા રૂક્ષતાના કારણે પુદ્ગલ પ્રતિઘાત પામે છે. (૩) લોકાન્તે પ્રતિઘાત પામે છે કારણ કે આગળ ગતિ સહાયક ધર્માસ્તિકાયનો અભાવ છે. [''પ્રતિઘાત" એટલે પુદ્ગલોની ગતિનો અવરોધ અથવા પુદ્ગલોનું સ્ખલન.]
એક, બે, ત્રણ ચક્ષુવાન :
૧૪ તિવિષે નવૂ પળત્તે, તેં નહીં- વવવું, વિશ્વવન્દૂ, તિવવધૂ छमत्थे णं मणुस्से एगचक्खू, देवे बिचक्खू, तहारूवे समणे वा माहणे वा उप्पणणाणदंसणधरे तिचक्खुत्ति वत्तव्वं सिया ।
ભાવાર્થ :- ચક્ષુષ્માન્(આંખવાળા) ત્રણ પ્રકારના તે આ પ્રમાણે છે– (૧) એક ચક્ષુ (૨) દ્વિચક્ષુ (૩) ત્રિચક્ષુ. છદ્મસ્થ મનુષ્યને એકચક્ષુ હોય છે, દેવને બે ચક્ષુ હોય છે. તપ, સંયમ અને અહિંસાનું યથાર્થ પાલન કરનાર શ્રમણ માહન, ઉત્પન્ન જ્ઞાનદર્શન ધારક મુનિને ત્રણ ચક્ષુ હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અપેક્ષા વિશેષથી એક, બે અને ત્રણ ચક્ષુનું નિરૂપણ છે. ચક્ષુ બે પ્રકારના છે–(૧) દ્રવ્યચક્ષુ–આંખ રૂપ (૨) ભાવચક્ષુ–જ્ઞાનરૂપ છે.