________________
સ્થાન–૩: ઉદ્દેશક-૪
[ ૨૩] अहवा तिविहा कप्पठिई पण्णत्ता, तं जहा- णिव्विट्ठकप्पट्टिई, जिणकप्पट्टिई, थेरकप्पट्ठिई । ભાવાર્થ :- કલ્પસ્થિતિ-સાધ્વાચાર સમાચારી ત્રણ પ્રકારની છે, યથા- સામાયિક કલ્પસ્થિતિ (૨) છેદોષસ્થાનીય કલ્પસ્થિતિ (૩) નિર્વિશમાન(પરિહાર વિશુદ્ધ) કલ્પસ્થિતિ.
અથવા કલ્પસ્થિતિ ત્રણ પ્રકારની છે, યથા– (૧) નિર્વિષ્ટ(પરિહાર વિશુદ્ધ)કલ્પ સ્થિતિ (૨) જિનકલ્પ સ્થિતિ (૩) સ્થવિરકલ્પ સ્થિતિ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુની કલ્પ મર્યાદાનું વિવરણ છે. ક૫સ્થિતિ:- સાધુઓની આચાર–મર્યાદા, સાધુ સમાચારી અને વિશિષ્ટ સાધના સમાચારીને કલ્પસ્થિતિ કહે છે. આ સૂત્રમાં ત્રણ ત્રણ કરીને છ પ્રકારની કલ્પસ્થિતિ કહી છે. તાત્પર્ય એ છે કે આ છએ પ્રકારના શ્રમણોની આચાર મર્યાદા-સમાચારીઓમાં નિયમ, ઉપનિયમોમાં કંઈક વિશેષતા-તફાવત હોય છે. મૌલિક નિયમરૂપ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ અને અઢાર પાપોના સંપૂર્ણતઃ ત્યાગમાં પૂર્ણ રીતે સમાનતા હોય છે. (૧) સામાયિક કલ્પસ્થિતિ :- આ કલ્પસ્થિતિ પ્રથમ અને અંતિમ તીર્થકરોના સમયમાં અલ્પકાળની હોય છે, કારણ કે સામાયિક પછી છેદોપસ્થાપનીય ચારિત્ર ગ્રહણ કરાય છે. રર તીર્થકરોના સમયમાં તથા મહાવિદેહ ક્ષેત્રમાં સામાયિક કલ્પ સ્થિતિ જીવનપર્યતની હોય છે. તેમાં મહાવ્રતની સંખ્યા ચાર હોય છે. વસ્ત્ર આદિ ઉપધિની મર્યાદા સંબંધી કોઈ ધ્રુવ નિયમ હોતો નથી. સાધ્વાચારના દશ વિશેષ કલ્પોમાંથી માત્ર ચાર કલ્પ તેમાં આવશ્યક હોય છે. છ કલ્પનું પાલન ઐચ્છિક હોય છે. ૨) છેદોષસ્થાપનીય-કલ્પસ્થિતિ:- પ્રથમ અને અંતિમ તીર્થકરના સમયમાં જ હોય છે. આ કલ્પમાં મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે છે. આ કલ્પમાં વસ્ત્રાદિ ઉપકરણોની મર્યાદા કાયમ હોય છે મહાવ્રતની સંખ્યા પાંચ હોય છે. સાધ્વાચારના દશ દશ વિશેષ કલ્પનું પાલન આવશ્યક હોય છે. (૩–૪) નિર્વિશમાન-નિર્વિષ્ટ કલ્પ સ્થિતિઃ- આ બે કલ્પ પરિહાર વિશુદ્ધ ચારિત્ર-વિશિષ્ટ પ્રકારની તપ સાધના કરનારના છે. તેમાં તપસ્યા કરનારના નિયમ–કલ્પ વિશેષ હોય છે અને સેવા કરનારની સમાચારી ભિન્ન હોય છે. તપ કરનારની સામાચારીને નિર્વિશમાન કલ્પ કહે છે અને સેવા કરનારની સમાચારીને નિર્વિષ્ટ કલ્પ કહે છે. તે બંનેની કલ્પસ્થિતિ છ-છ મહિને બદલાય છે. તે બંનેની સામાચારીની ભિન્નતા તપ, ધ્યાન અને કાર્યોત્સર્ગ સંબંધી હોય છે.
(૫) જિન કલ્પ સ્થિતિ :- વિશેષતર સંયમ સાધનાની ઈચ્છાથી સાધક ગચ્છ મુક્ત થઈ આગમાનુસાર કે ગુરુ આજ્ઞાનુસાર આ કલ્પ ધારણ કરે છે. આ કલ્પ મર્યાદામાં પરિસ્થિતિવશ પણ છૂટછાટનું સેવન થતું