________________
૨૬૪
શ્રી ઠાણાગ સૂત્ર-૧
નથી તેમજ કાયક્લેશના વિશેષ નિયમ, અભિગ્રહ ધારણ કરવાના હોય છે. તેઓને વિહાર અને કાયિક પ્રવૃત્તિઓ તેમાં અત્યલ્પ હોય છે. () સ્થવિરકલ્પ સ્થિતિ :- જે સાધુ આચાર્યાદિ યુક્ત ગચ્છમાં–સંઘમાં રહી સંયમ સાધના કરે તેઓની આચાર–મર્યાદાને સ્થવિર કલ્પસ્થિતિ કહે છે. સ્થવિરકલ્પી સાધુ પઠન-પાઠન, શિક્ષા, દીક્ષા, વ્રતગ્રહણ આદિ કાર્યોમાં સંલગ્ન રહે છે તથા સાધુ સમાચારીનું સમ્યક પ્રકારે પરિપાલન કરે છે. વિશિષ્ટ અભિગ્રહ, ત્યાગ, નિયમ, તપ વગેરે આ કલ્પમાં ઐચ્છિક હોય છે. વિશેષ પરિસ્થિતિમાં કોઈપણ મુલગુણ કે ઉત્તરગુણના દોષ સેવન કરે તો તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત વ્યવસ્થા આ કલ્પમાં હોય છે.
અહીં વિશેષ જાણવાનું કે પ્રથમ દીક્ષિત શ્રમણ સૌ પ્રથમ સ્થવિર કલ્પી કહેવાય છે. તે સ્થવિર કલ્પીની ચાર અવસ્થા છે– (૧) તેમાં સર્વપ્રથમ સામાયિક ચારિત્ર સ્વીકાર કરે છે (૨) ત્યારપછી છેદોપસ્થાપનીય ચારિત્ર અંગીકાર કરી તેનું પાલન કરે છે (૩) પછી પરિહાર વિશુદ્ધ ચારિત્રના ભેદરૂપ નિર્વિશમાન અને પછી નિર્વિષ્ટકાયિક સંયમની સાધના કરાય છે. (૪) છેલ્લે જિનકલ્પ સ્થિતિની યોગ્યતા હોય તો તે જિનકલ્પ સ્વીકારે છે. આ રીતે ક્રમિક સાધના થાય છે અને ક્યારેક ગુરુ આજ્ઞાથી અક્રમિક સાધના પણ થઈ શકે છે.
આ છ પ્રકારની કલ્પસ્થિતિનું વર્ણન બૃહત્કલ્પ સૂત્રના છઠ્ઠા ઉદ્દેશકમાં છે. વિશેષ વિવરણ માટે ત્યાં જુઓ. દંડકવર્તી જીવોના ત્રણ શરીર :|४३ णेरइयाणं तओ सरीरगा पण्णत्ता, तं जहा- वेउव्विए, तेयए, कम्मए । असुर कुमाराणं तओ सरीरगा पण्णत्ता, तं जहा- वेउव्विए, तेयए, कम्मए । एवं सव्वेसिं देवाणं । पुढविकाइयाणं तओ सरीरगा पण्णत्ता, तं जहाओरालिए, तेयए, कम्मए । एवं वाउकाइयवज्जाणं जाव चउरिदियाणं । ભાવાર્થ :- નારકીને ત્રણ શરીર છે, યથા– (૧) વૈક્રિય શરીર (૨) તૈજસ શરીર (૩) કાર્મણ શરીર. અસુરકુમારોને ત્રણ શરીર છે, યથા– (૧) વૈક્રિય શરીર (૨) તૈજસ શરીર (૩) કાર્મણ શરીર. તે જ રીતે સર્વ દેવોને ત્રણ શરીર હોય છે.
પૃથ્વીકાયિક જીવોને ત્રણ શરીર છે, યથા- (૧) ઔદારિક (૨) તૈજસ (૩) કાર્મણ. તે જ રીતે વાયુકાયિક જીવોને છોડીને, ચતુરિન્દ્રિય સુધીના સર્વ જીવોને ત્રણ શરીર જાણવા. (વાયુકાયને ૪ શરીર છે.) પ્રતિકૂળ વ્યવહાર કરનારના ત્રણ-ત્રણ ભેદ :४४ गुरुं पडुच्च तओ पडिणीया पण्णत्ता, तं जहा- आयरियपडिणीए,