________________
[ રર |
શ્રી ઠાણાંગ સત્ર-૧
દુર્બોધ્ય-સુબોધ્ય વ્યક્તિ :३८ तओ दुसण्णप्पा पण्णत्ता, तं जहा- दुढे, मूढे, वुग्गाहिए । ભાવાર્થ :- ત્રણ પ્રકારની વ્યક્તિ મુશ્કેલીથી બોધ પ્રાપ્ત કરે છે, યથા– (૧) દુષ્ટ પ્રકૃતિવાળા કે દ્વેષી વ્યક્તિ (૨) મૂઢ(વિવેક શૂન્ય)(૩) કદાગ્રહી(ખોટી પક્કડ રાખનાર) ३९ तओ सुसण्णप्पा पण्णत्ता, तं जहा- अदुढे, अमूढे अवुग्गाहिए । ભાવાર્થ :- ત્રણ પ્રકારની વ્યક્તિ સરળતાથી બોધ પ્રાપ્ત કરે છે, યથા- (૧) અદુષ્ટ (૨) અમૂઢ (૩) અકદાગ્રહી. વિવેચન :
ધર્મબોધ કે તત્ત્વ બોધ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિની પ્રકૃતિની અપેક્ષાએ યોગ્યતા અયોગ્યતાનું સૂચન આ સૂત્રોમાં છે. વિષયની સ્પષ્ટતા ભાવાર્થથી થઈ જાય છે. વિશેષ વિવરણ માટે જુઓ-બહત્કલ્પ સૂત્ર-ઉદ્દેશક ૪.
લોકમાં ત્રણ વલયાકાર પર્વત :४० तओ मंडलिया पव्वया पण्णत्ता,तं जहा- माणुसुत्तरे, कुंडलवरे, रुयगवरे । ભાવાર્થ :- ત્રણ પર્વત માંડલિક[વલયાકાર] છે, યથા- (૧) માનુષોત્તર પર્વત (૨) કુંડલવર પર્વત (૩) રુચકવર પર્વત. પોતપોતાની કોટિમાં સૌથી મોટા પર્વતાદિ :४१ तओ महइमहालया पण्णत्ता, तं जहा- जंबुद्दीवए मंदरे मंदरेसु, सयंभूरमणे समुद्दे समुद्देसु, बंभलोए कप्पे कप्पेसु । ભાવાર્થ :- ત્રણ પોત-પોતાની કોટિમાં સૌથી મોટા છે, યથા– (૧) મેરુ પર્વતોમાં જંબૂઢીપનો સુમેરુ પર્વત (૨) સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર (૩) દેવલોકમાં બ્રહ્મલોક નામનો પાંચમો દેવલોક છે. શ્રમણોની છ પ્રકારની કલ્પસ્થિતિ :४२ तिविहा कप्पठिई पण्णत्ता, तं जहा- सामाइयकप्पठिई, छेदोवट्ठावणियकप्पठिई, णिव्विसमाणकप्पठिई ।