SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ | સ્થાન–૩: ઉદ્દેશક-૪ . ૨૧] શકે છે. પ્રસ્તુત સૂત્ર બૃહત્કલ્પ સૂત્રના ચોથા ઉદ્દેશકમાં શબ્દશઃ છે. અહીં ત્રિસ્થાનનું પ્રકરણ હોવાથી તેનું સંકલન કર્યું છે. બૃહત્કલ્પ સૂત્રમાં આ સૂત્રની વ્યાખ્યામાં દીક્ષાની યોગ્યતા-અયોગ્યતા માટે ૨૦ બોલનું વિવેચન કર્યું છે. પંડા = લિંગ નપુંસક કે જન્મ નપુંસકને પંડક કહે છે. જે સ્ત્રી, પુરુષ બંને સાથે વિષય સેવનની તીવ્ર ઈચ્છાવાળા હોય છે. વાઘ = જેને વાયુના વિકારથી ઉત્પન્ન થયેલી વિષયેચ્છા, વિષય સેવન સિવાય અન્ય રીતે શાંત ન થાય તે પુરુષ વાતિક નપુંસક કહેવાય છે. વરાવે = સ્ત્રીદર્શન વગેરે નિમિત્તથી વિકારભાવ ઉત્પન્ન થતાં વીર્ય અલિત થઈ જાય તે પુરુષ કલબ નપુંસક કહેવાય છે. શાસ્ત્ર વાચનાને યોગ્ય અયોગ્ય શ્રમણ :३६ तओ अवायणिज्जा पण्णत्ता,तं जहा- अविणीए, विगईपडिबद्ध, अविમોવિયપદુડે ! ભાવાર્થ :- ત્રણ વ્યક્તિ વાચનાને અયોગ્ય છે, તે આ પ્રમાણે છે– (૧) અવિનીત-વિનય રહિત (૨) વિગય પ્રતિબદ્ધ-દૂધ, ઘી આદિ રસોના સેવનમાં આસક્ત (૩) અવ્યપશમિત પ્રાભૃત-કલહને શાંત નહીં કરનાર અર્થાત્ અત્યંત ક્રોધી. ३७ तओ कप्पंति वाइत्तए, तंजहा- विणीए, अविगईपडिबद्धे, विओसवियपाहुडे। ભાવાર્થ :- ત્રણ વ્યક્તિ વાચનાને યોગ્ય છે, તે આ પ્રમાણે છે– (૧) વિનીત (૨) વિગયોમાં અપ્રતિબદ્ધ (૩) ઉપશાંત કલહવાળા. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં વાચનાને યોગ્ય-અયોગ્ય વ્યક્તિનું નિરૂપણ છે. યોગ્ય વ્યક્તિને જ વાચના આપી શકાય છે. યોગ્યતા વિના તે જ્ઞાનનું પરિણમન થતું નથી. ઊખર ભૂમિમાં વાવેલા બીજની જેમ તે નિષ્ફળ જાય છે. અવિનીત, રાસલોલુપી અને ક્લેશ કંકાસી વ્યક્તિ વાચના માટે અયોગ્ય છે. આ ત્રણ દુર્ગુણ સ્વ–પરને નુકશાનકારક છે. તેથી ત્રણ દુર્ગુણ રહિત વ્યક્તિ જ વાચનાને યોગ્ય છે. વિશેષ વિવેચન માટે જુઓ– બૃહકલ્પસૂત્ર ઉદ્દેશક-૪.
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy