________________
[ ૨૬૦ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રાયશ્ચિત્ત સંબંધી વિવિધ વિધાન છે.
પણ પછિત્ત :- પ્રથમ સૂત્રમાં દોષ સેવનના વિષયનું કથન છે અર્થાત્ દોષ સેવન જ્ઞાન વિષયક હોય, દર્શન વિષયક હોય અને ચારિત્ર વિષયક હોય તો તે સંબંધી પ્રાયશ્ચિત્તને જ્ઞાન પ્રાયશ્ચિત્ત, દર્શન પ્રાયશ્ચિત્ત અને ચારિત્ર પ્રાયશ્ચિત્ત કહે છે.
અણુયાના - નિશીથ સૂત્ર અનુસાર પ્રાયશ્ચિત્તના મુખ્ય બે વિભાજન છે– ગુરુ અને લઘુ. પુનઃ તેના બે વિભાજન છે– માસિક અને ચૌમાસિક. જે દોષ મૂળગુણની પ્રમુખતાએ હોય તેનો સમાવેશ ગુરુ પ્રાયશ્ચિત્તમાં થાય છે. આગમ ભાષામાં તેને અનુઘાતિમ પ્રાયશ્ચિત્ત કહે છે. પાવિયા – પ્રાયશ્ચિત્તના દસ પ્રકાર છે. તેમાં અંતિમ પ્રાયશ્ચિત્તનું નામ પારાંચિત પ્રાયશ્ચિત્ત છે. આપવ4ખા :- પ્રાયશ્ચિત્તના દસ પ્રકારમાંથી અનવસ્થાપ્ય નામનું નવમું પ્રાયશ્ચિત્ત છે. આ બંને પ્રાયશ્ચિત્ત વર્તમાનમાં નિષિદ્ધ છે.
આ પ્રાયશ્ચિત્ત સંબંધી વિશદ વિવેચન બૃહત્કલ્પ આદિ છેદસૂત્રોમાં જોવું. અહીં ત્રીજા સ્થાનની અપેક્ષાએ આ વિષયનું સંકલન છે. નપુંસકને દીક્ષાનો નિષેધ :३५ तओ णो कप्पंति पव्वावेतए, तं जहा- पंडए, वाइए, कीवे ।
एवं तओ णो कप्पंति मुंडावित्तए, सिक्खावित्तए, उवट्ठावेत्तए, संभुजित्तए, સંવાસિત્ત, તં નહીં- પંપ, વા૫, જીવે ! ભાવાર્થ :- ત્રણ વ્યક્તિને પ્રવ્રજિત કરવા કલ્પતા નથી, તે આ પ્રમાણે છે– (૧) લિંગ નપુંસક (૨) વાતિક નપુંસક (૩) કલબ નપુંસક.
તે જ રીતે તે ત્રણને મુંડિત કરવા, શિક્ષિત કરવા, મહાવ્રતોમાં આરોપિત કરવા, તેની સાથે આહાર આદિનો સંબંધ રાખવો અને સાથે રહેવું કલ્પતું નથી, તે આ પ્રમાણે છે– (૧) નપુંસક (૨) વાતિક (૩) કલીબ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નપુંસકોને દીક્ષા માટે અયોગ્ય દર્શાવ્યા છે. તેઓ ઉત્કૃષ્ટ વેદોદયવાળા અને અત્યંત નિર્બળ મનોવૃત્તિવાળા હોવાથી વ્રત પાલન કરવામાં સમર્થ હોતા નથી. સમર્થ વ્યક્તિ જ સંયમ પાલન કરી