________________
સ્થાન-૩: ઉદ્દેશક-૪
૨૫૯
ભાવાર્થ :- દેવેન્દ્ર, દેવરાજ શક્રની બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ ત્રણ પલ્પોપમની છે. દેવેન્દ્ર દેવરાજ શક્રની આત્યંતર પરિષદની દેવીઓની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનની બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે.
વિવેચન :
ઈન્દ્રની પરિષદમાં દેવો કરતાં દેવીઓની સ્થિતિ અલ્પ હોય છે. તે જ પ્રમાણે આત્યંતર પરિષદ કરતાં બાહ્ય પરિષદની સ્થિતિ અલ્પ હોય છે. પ્રસ્તુતમાં ત્રીજા સ્થાનના કારણે ત્રણ–ત્રણ પલ્યોપમની સ્થિતિવાળાઓનો સંગ્રહ છે. પરિષદનું વિસ્તૃત વર્ણન ઠાણાંગ સૂત્ર સ્થાન ૩, ઉદ્દેશક ૨ માં છે.
ત્રણ ત્રણ પ્રકારના પ્રાયશ્ચિત્ત :
| ३१ तिविहे पायच्छित्ते पण्णत्ते, तं जहा- णाणपायच्छित्ते, दंसणपायच्छित्ते, चरित्तपायच्छित्ते ।
ભાવાર્થ :- ત્રણ પ્રકારના પ્રાયશ્ચિત્ત છે, યથા– (૧) જ્ઞાનસંબંધી પ્રાયશ્ચિત્ત (૨) દર્શનસંબંધી પ્રાયશ્ચિત્ત (૩) ચારિત્ર સંબંધી પ્રાયશ્ચિત્ત.
३२ तओ अणुग्घाइमा पण्णत्ता, तं जहा - हत्थकम्मं करेमाणे, मेहुणं सेवेमाणे, राईभोयणं भुंजमाणे ।
ભાવાર્થ :- ત્રણ ગુરુ પ્રાયશ્ચિત્તને યોગ્ય છે, યથા– (૧) હસ્તકર્મ કરનારા (૨) મૈથુન સેવન કરનારા (૩) રાત્રિભોજન કરનારા.
३३ तओ पारंचिया पण्णत्ता, તેં નહીં- दुट्टे पारंचिए, पत्ते पारंचिए,
अण्णमण्णं करेमाणे पारंचिए ।
ભાવાર્થ :ત્રણ પારાંચિત(દસમા) પ્રાયશ્ચિત્તને યોગ્ય છે, યથા– (૧) દુષ્ટપરિણામી–પારાંચિત (તીવ્રતમ કષાયદોષથી દૂષિત) (૨) પ્રમત્ત પારાંચિત(સ્ત્યાનáિનિદ્રાવાળા)(૩) અન્યોન્ય(સ્વલિંગી સાથે) મૈથુન સેવન કરનારા.
| ३४ तओ अणवट्ठप्पा पण्णत्ता, तं जहा- साहम्मियाणं तेणियं करेमाणे अण्ण- धम्मियाणं तेणियं करेमाणे, हत्थातालं दलयमाणे ।
ભાવાર્થ:- ત્રણ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તને યોગ્ય છે, યથા– (૧) સાધર્મિકોની ચોરી કરનારા (૨) અન્ય ધાર્મિકોની ચોરી કરનારા (૩) હસ્તતાલ મારક પ્રહાર કરનારા.