________________
| ૨૫૪ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
આન્તર નદીઓ છે, યથા– (૧) ગ્રાહવતી (૨) દ્રહવતી (૩) પકવતી. २३ जंबुद्दीवे दीवे मंदरस्स, पव्वयस्स पुरथिमेणं सीयाए महाणईए दाहिणेणं तओ अंतरणईओ पण्णत्ताओ, तं जहा- तत्तजला, मत्तजला, उम्मत्तजला । ભાવાર્થ :- જંબૂદ્વીપ નામના દ્વીપમાં મેરુ પર્વતના પૂર્વભાગમાં સીતા મહાનદીના દક્ષિણ ભાગમાં ત્રણ આત્તર નદીઓ છે, યથા– (૧) તપ્તકલા (૨) મત્તલા (૩) ઉન્મત્તલા. २४ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं सीओदाए महाणईए दाहिणेणं तओ अंतरणईओ पण्णत्ताओ, तं जहा- खीरोदा, सीहसोया, अंतोवाहिणी । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુ પર્વતની પશ્ચિમમાં સીતાદા મહાનદીના ઉત્તર ભાગમાં ત્રણ આંતર નદીઓ છે, યથા– (૧) ક્ષીરોદા (૨) સિંહસ્રોતા (૩) અન્તર્વાહિની. |२५ जंबुद्दीवे देवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं सीयोदाए महाणईए उत्तरेणं तओ अंतरणईओ पण्णत्ताओ, तंजहा- उम्मिमालिणी, फेणमालिणी, गंभीरमालिणी। ભાવાર્થ :- જંબૂદ્વીપ નામના દ્વીપમાં મેરુ પર્વતની પશ્ચિમમાં સીતોદા મહાનદીના દક્ષિણ ભાગમાં ત્રણ આંતર નદીઓ છે, યથા- (૧) ઊર્મિમાલિની (૨) ફેન માલિની (૩) ગંભીર માલિની.
વિવેચન :
પ્રસ્તુત છ સૂત્રોમાંથી પ્રથમ સૂત્રમાં ભરતક્ષેત્રની સીમા કરનાર ચુલ હિમવંત પર્વત પરના પદ્મદ્રહથી નીકળતી ત્રણ નદીઓનું વર્ણન છે તેમજ બીજા સૂત્રમાં ઐરાવત ક્ષેત્રની સીમા કરનાર શિખરી પર્વત પરના પુંડરીક દ્રહમાંથી નીકળતી ત્રણ નદીઓનું વર્ણન છે.
મહાવિદેહ ક્ષેત્રની બત્રીસ વિજયો આઠ-આઠના વિભાગથી ચાર વિભાગમાં વિભાજિત થાય છે. તે આઠ-આઠ વિભાગની વચ્ચે ચાર પર્વત અને ત્રણ નદી છે. તે ચાર વિભાગની ત્રણ-ત્રણ આંતર નદીઓનું અર્થાત્ બાર નદીઓનું ચાર સૂત્રોમાં વર્ણન છે. આ રીતે કુલ મળીને ૬+૧૨ = ૧૮ નદીઓ આ સૂત્રોમાં દર્શાવી છે.
ધાતકીખંડ-પુષ્કરવર દ્વીપ :२६ एवं धायइसंडे दीवे पुरथिमद्धे वि अकम्मभूमीओ आढवेत्ता जाव अंतर- णईओत्ति णिरवसेसं भाणियव्वं जाव पुक्खरवरदीवड्डपच्चत्थिमद्धे तहेव णिरवसेसं भाणियव्वं ।