________________
સ્થાન–૩: ઉદ્દેશક-૪
૨૪૯
ત્રણ પ્રકારની પવિત્રતા કહી છે, યથા– (૧) જ્ઞાનની પવિત્રતા (૨) દર્શનની પવિત્રતા (૩) ચારિત્રની પવિત્રતા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કષાયથી રત્નત્રયમાં આવતી મલિનતાનું અને કષાય ત્યાગથી થતી પવિત્રતાનું દર્શન કરાવ્યું છે.
સંક્લેશ :- કષાયોની તીવ્રતાથી ઉત્પન્ન થતી મનની મલિનતા કે ચિત્તની અસમાધિને સંક્લેશ કહે છે. તે જ્ઞાનાદિની અવિશુદ્ધિરૂપ અને રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ રૂપ હોય છે.
અસંક્લેશ :- કષાયોની મંદતાથી ઉત્પન્ન થતી મનની વિશુદ્ધિ-પવિત્રતાને અસંક્લેશ કહે છે અને તે જ્ઞાનાદિની વિશુદ્ધિરૂપ હોય છે. અતિક્રમ આદિના ત્રણ-ત્રણ પ્રકાર :|१० तिविहे अइक्कमे पण्णत्ते, तं जहा- णाणअइक्कमे, सणअइक्कमे, चरित्तअइक्कमे । तिविहे वइक्कमे पण्णत्ते, तं जहा- णाणवइक्कमे, दंसणवइक्कमे, चरित्तवइक्कमे । तिविहे अइयारे पण्णत्ते, तं जहाणाणअइयारे, दसणअइयारे, चरित्त अइयारे । तिविहे अणायारे पण्णत्ते तं जहा- णाणअणायारे, दसणअणायारे, चरित्तअणायारे । ભાવાર્થ :- અતિક્રમ ત્રણ પ્રકારના છે, યથા– (૧) જ્ઞાન અતિક્રમ (૨) દર્શન અતિક્રમ (૩) ચારિત્ર અતિક્રમ. વ્યતિક્રમ ત્રણ પ્રકારના છે, યથા- (૧) જ્ઞાન વ્યતિક્રમ (૨) દર્શન વ્યતિક્રમ (૩) ચારિત્ર વ્યતિક્રમ.અતિચાર ત્રણ પ્રકારના છે, યથા- (૧) જ્ઞાન અતિચાર (૨) દર્શન અતિચાર (૩)ચારિત્ર અતિચાર. અનાચાર ત્રણ પ્રકારના છે, યથા– (૧) જ્ઞાન અનાચાર (૨) દર્શન અનાચાર (૩) ચારિત્ર અનાચાર. ११ तिहमइक्कमाणं आलोएज्जा, पडिक्कमेज्जा, शिंदेज्जा, गरहेज्जा, विउद्देज्जा, विसोहेज्जा, अकरणयाए, अब्भुटेज्जा, अहारिहं पायच्छित्तं तवोकम्म पडिवज्जेज्जा,तं जहा- णाणाइक्कमस्स, दंसणाइक्कमस्स, चरित्ताइक्कमस्स ।
एवं तिण्हं वइक्कमाणं, तिण्हं अइयाराणं, तिण्हं अणायाराणं आलावगो માયિળ્યો ! ભાવાર્થ :- (૧) જ્ઞાનાતિક્રમ (૨) દર્શનાતિક્રમ (૩) ચારિત્રાતિક્રમ, આ ત્રણ પ્રકારના અતિક્રમોની