________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગાં, દોષથી નિવૃત્તિ અને વિશોધિ કરવી જોઈએ, પુનઃ તે ન કરવાનો સંકલ્પ કરવો જોઈએ તથા સેવન કરેલા અતિક્રમ દોષોની નિવૃત્તિ માટે યોચિત પ્રાયશ્ચિત્ત રૂપ તપનો સ્વીકાર કરવો જોઈએ.
૨૫૦
તે જ રીતે ત્રણ-ત્રણ પ્રકારના વ્યતિક્રમ, અતિચાર તથા અનાચારનું આલોચનાદિ સંબંધી કથન કરવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દોષની ક્રમિક અવસ્થા અને તેની આલોચનાદિની આવશ્યકતા પ્રદર્શિત કરી છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રના આઠ-આઠ આચાર છે. તેમાં લાગતા દોષના ચાર સ્તર છે.
(૧) અતિક્રમ :– વ્રત નિયમથી પ્રતિકૂળ આચરણ કરવાનો મનમાં સંકલ્પ કરવો તે અતિક્રમ છે.
વ્યતિક્રમ :– પ્રતિકૂળ આચરણ કરવાનો પ્રયાસ કરવો તે વ્યતિક્રમ છે.
=
અતિચાર :– પ્રતિકૂળ આચરણ કરવાની(દોષ સેવનની) પૂર્ણ તૈયારી તે અતિચાર છે. વ્રતને દૂષિત કરવું હૈ દેશ ભંગ કરવો તે પણ અતિચાર છે, જેમ કે શ્રાવકના બાર વ્રતના અતિચાર.
અનાચાર ઃ– પ્રતિકૂળ આચરણ(દોષ સેવન) કરવું તે અનાચાર છે.
યથા- આધાકર્મી આહાર માટે આમંત્રણ સ્વીકારે તો અતિક્રમ, તે લેવા માટે ગમન કરવું તે વ્યતિક્રમ, ગ્રહણ કરવામાં અતિચાર અને તેને વાપરવામાં અનાચાર દોષ લાગે છે. ભૂલથી કે અનાયાસ જે દોષ થાય તેનો સમાવેશ પણ અતિચારમાં થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, આ ત્રણેના અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર રૂપ ચાર સ્તર સમજવા. આ દરેક સ્તરના દોષોની આલોચના પ્રતિક્રમણ આદિ કરે તો જ સાધક આરાધક થાય છે.
અતિચાર સંબંધી પ્રાયશ્ચિત્તના ત્રણ પ્રકાર :
१२ तिविहे पायच्छित्ते पण्णत्ते, तं जहा - आलोयणारिहे, पडिक्कमणारिहे, तदुभयारिहे ।
ભાવાર્થ :- પ્રાયશ્ચિત્ત ત્રણ પ્રકારના છે, યથા– (૧) આલોચનાને યોગ્ય (૨) પ્રતિક્રમણને યોગ્ય (૩) તદુભયને[આલોચના અને પ્રતિક્રમણ] યોગ્ય.
વિવેચન :
પ્રાયશ્ચિત્ત :– પ્રાયઃ = પાપ, વિત્ત = શોધન કરવું. જેના દ્વારા પાપનું શોધન થાય તે પ્રાયશ્ચિત્ત. જેનાથી