________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
જ્ઞાનારાધના, દર્શનારાધના અને ચારિત્રારાધના. તે પ્રત્યેકના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય તેમ ત્રણ-ત્રણ ભેદ છે.
૪૮
જ્ઞાનારાધના :- · શ્રુતજ્ઞાનનો ક્ષમતાનુસાર અભ્યાસ કરવો તે જ્ઞાનારાધના છે. જ્ઞાની અને જ્ઞાનના આધારભૂત શાસ્ત્રાદિની કાલ, વિનય, બહુમાન આદિ આઠ જ્ઞાનાચાર સહિત નિર્દોષ રીતે આરાધના કરવી તે પણ જ્ઞાનારાધના છે. તેના ત્રણ ભેદ છે–(૧) ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના- જ્ઞાનકૃત્યો અને જ્ઞાન— અનુષ્ઠાનોમાં ઉત્કૃષ્ટ પ્રયત્ન કરવો તે. ૧૪ પૂર્વેનું જ્ઞાન ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના કહેવાય છે. (૨) મધ્યમ જ્ઞાનારાધના– જ્ઞાન અનુષ્ઠાનમાં મધ્યમ પ્રયત્ન કરવો તે. ૧૧ અંગનું જ્ઞાન તે મધ્યમ જ્ઞાનારાધના કહેવાય છે. (૩) જઘન્ય જ્ઞાનારાધના– જ્ઞાન અનુષ્ઠાનમાં અલ્પતમ પ્રયત્ન કરવો તે. અષ્ટ પ્રવચન માતા(પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ)નું જ્ઞાન જઘન્ય જ્ઞાનારાધના કહેવાય છે.
દર્શનારાધના – શંકા, કાંણા આદિ અતિચાર રહિત આઠ દર્શનાચારનું પાલન કરતાં સમ્યક્ત્વની આરાધના કરવી તે દર્શનારાધના છે. તેના ત્રણ ભેદ છે– (૧) ઉત્કૃષ્ટ દર્શનારાધના- ઉત્કૃષ્ટ પરિણામે જિનેશ્વર માર્ગની શ્રદ્ધા કરવી તે ઉત્કૃષ્ટ દર્શન આરાધના. શાયિક સમકિતની ઉપલબ્ધિ ઉત્કૃષ્ટ આરાધના કહેવાય છે. (૨) મધ્યમ દર્શનારાધના- મધ્યમ પરિણામે જિનેશ્વર માર્ગની શ્રદ્ધા કરવી તે મધ્યમ આરાધના. સાયોપશમિક સમકિતની ઉપલબ્ધિ મધ્યમ આરાધના કહેવાય છે. (૩) જઘન્ય દર્શનારાધના- જઘન્ય પરિણામે જિનેશ્વર માર્ગની શ્રદ્ધા કરવી તે જઘન્ય આરાધના.ઔપમિક સમકિતની ઉપલબ્ધિ જઘન્ય આરાધના કહેવાય છે.
ચારિત્રારાધના :- સામાયિકાદિ ચારિત્રો અથવા સમિતિ, ગુપ્તિ, અણુવ્રત, મહાવ્રતાદિનું વિશુદ્ધ રૂપે પાલન કરવું તે ચારિત્રારાધના છે. તેના ત્રણ ભેદ છે– (૧) ઉત્કૃષ્ટ ચારિત્રારાધના- ઉત્કૃષ્ટ પરિણામે સંયમની આરાધના કરવી. યચાખ્યાત ચારિત્ર ઉત્કૃષ્ટ આરાધના કહેવાય છે. (ર) મધ્યમ ચારિત્રારાધના– મધ્યમ પરિણામે સંયમની આરાધના કરવી. સૂક્ષ્મ સંપરાય અને પરિહાર વિશુદ્ધ ચારિત્ર મધ્યમ આરાધના કહેવાય છે. (૩) જઘન્ય ચારિત્રારાધના– જઘન્ય પરિણામે સંયમની આરાધના કરવી. સામાયિક અને છંદોપસ્થાનીય ચારિત્ર જઘન્ય આરાધના કહેવાય છે.
જ્ઞાનાદિની મલિનતા અને પવિત્રતા :
९ तिविहे संकिलेसे पण्णत्ते, तं जहा णाणसंकिलेसे, दंसणसंकिलेसे, ત્તિ- સવિતેને ।
तिविहे असं किले से पण्णत्ते, तं जहा णाण असं किले से, दंसण असंकिलेसे, चरित्तअसंकिलेसे ।
ભાવાર્થ :- સંક્લેશ(મલિનતા)ના ત્રણ પ્રકાર કહ્યા છે, યથા– (૧) જ્ઞાન સંકલેશ (૨) દર્શન સંકલેશ (૩) ચારિત્ર સંકલેશ.