________________
| સ્થાન-૩: ઉદ્દેશક-૪ .
૨૪૭
ઉત્પાદન દોષથી સંયમ વિરાધના (૩) એષણા દોષથી સંયમની વિરાધના.
વિશોધિ ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) ઉદ્ગમવિશોધિ-ઉદ્ગમ સંબંધી ભિક્ષા દોષોની શદ્ધિ. (૨) ઉત્પાદન વિશોધિ—ઉત્પાદન સંબંધી ભિક્ષા દોષોની શુદ્ધિ. (૩) એષણા વિશોધિ– ગ્રહણૂષણા સંબંધી દોષોની શુદ્ધિ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આહાર સંબંધી દોષો અને તેની વિશોધિનું નિરૂપણ છે. આહાર સંબંધી દોષો દ્વારા ચારિત્રની વિરાધના થાય છે. ચારિત્રની વિરાધનાને ઉપઘાત કહે છે. દૂષિત આહાર ગ્રહણ ન કરતાં દોષરહિત આહાર ગ્રહણ કરવો તે વિશોધિ કહેવાય છે.
ઉપઘાત :- અહીં આહાર સંબંધી ત્રણ પ્રકારના દોષ દર્શાવ્યા છે– (૧) ઉગમ ઉપઘાત–આહાર બનાવવા સંબંધી દોષો. તે દોષ ગૃહસ્થ આધારિત છે. (૨) ઉત્પાદન ઉપઘાત–આહાર પ્રાપ્ત કરવા સંબંધી દોષો. તે દોષ સ્વયં સાધુને આધારિત છે.(૩) એષણા ઉપઘાત- આહાર ગ્રહણ કરતા સમયના દોષ. તે દોષ સાધુ અને ગૃહસ્થ બંને આધારિત છે. વિશોધિ – આ ત્રણે દોષની વિશુદ્ધિ સાથે આહારની ગવેષણા કરવી, તે ત્રણ પ્રકારની વિશોધિ છે.
આરાધનાના ત્રણ પ્રકાર :८ तिविहा आराहणा पण्णत्ता, तं जहा- णाणाराहणा, दसणाराहणा, વરિતા- રાણા |
___णाणाराहणा तिविहा पण्णत्ता, तं जहा- उक्कोसा, मज्झिमा, जहण्णा । एवं दसणाराहणा वि, चरित्ताराहणा वि । ભાવાર્થ :- આરાધના ત્રણ પ્રકારની છે, યથા- (૧) જ્ઞાન આરાધના (૨) દર્શન આરાધના (૩) ચારિત્ર આરાધના.
જ્ઞાન આરાધના ત્રણ પ્રકારની છે, યથા- (૧) ઉત્કૃષ્ટ (૨) મધ્યમ (૩) જઘન્ય. તે જ રીતે દર્શન આરાધના અને ચારિત્ર આરાધનાના ત્રણ ત્રણ પ્રકાર જાણવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આરાધનાના પ્રકાર પ્રદર્શિત કર્યા છે.
આરાધના:- જ્ઞાનાદિની નિરતિચાર રૂપે અનુપાલના કરવી, તેને આરાધના કહે છે. તેના ત્રણ પ્રકાર છે.