________________
| ૨૪૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
આવે છે. તે વચન એક વસ્તુનું કથન કરે તો એકવચન, બે વસ્તુનું સૂચન કરે તો દ્વિવચન અને અનેક વસ્તુનું સૂચન કરે તો બહુવચન કહેવાય. તે જ રીતે સ્ત્રીલિંગવાળા શબ્દ સ્ત્રીવચન, પુલિંગવાળા પુરુષવચનાદિ કહેવાય છે. ભૂતકાળ સૂચક વચન અતીતવચનાદિ કહેવાય છે.
જ્ઞાનાદિની સમ્યકતા અને પ્રજ્ઞાપનીયતા :
५ तिविहा पण्णवणा पण्णत्ता, तं जहा- णाणपण्णवणा, दसणपण्णवणा, चरित्त- पण्णवणा । ભાવાર્થ :- પ્રજ્ઞાપના ત્રણ પ્રકારની છે, યથા- (૧) જ્ઞાન પ્રજ્ઞાપના (૨) દર્શન પ્રજ્ઞાપના (૩) ચારિત્ર પ્રજ્ઞાપના.
६ तिविहे सम्मे पण्णत्ते, तं जहा- णाणसम्मे, सणसम्मे, चरित्तसम्मे । ભાવાર્થ :- સમ્યક[મોક્ષ પ્રાપ્તિને અનુકૂળ] ત્રણ પ્રકારના છે, યથા- (૧) જ્ઞાન સમ્યક (૨) દર્શન સમ્યક (૩) ચારિત્ર સમ્યક. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રત્નત્રયની પ્રજ્ઞાપનાનું તથા સમ્યક્ હોવાનું કથન છે. પUળવળા:- પ્રજ્ઞાપના એટલે પ્રતિપાદન. જ્ઞાનપ્રજ્ઞાપના–મતિ આદિ પાંચ જ્ઞાનનું પ્રતિપાદન. દર્શનપ્રજ્ઞાપના-ચક્ષુદર્શનાદિ ચાર દર્શનનું પ્રતિપાદન. ચારિત્રપ્રજ્ઞાપના- સામાયિકાદિ પાંચ ચારિત્રનું પ્રતિપાદન. સને – મોક્ષ પ્રાપ્તિમાં જે અનુકૂળ હોય તે સમ્યક કહેવાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે માટે તે ત્રણે સમ્યક કહેવાય છે.
વિરાધના અને વિશોધિના ત્રણ-ત્રણ પ્રકાર :| ७ तिविहे उवघाए पण्णत्ते, तं जहा- उग्गमोवघाए, उप्पायणोवघाए, एसणो- वघाए ।
तिविहा विसोही पण्णत्ता, तं जहा- उग्गमविसोही, उप्पायणविसोही, एसणाविसोही। ભાવાર્થ :- ઉપઘાતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઉદગમ દોષથી સંયમની વિરાધના (૨)