________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૪
૨૪૫
કાલના ઘટકોની ત્રિવિધતા :| ३ तिविहे काले पण्णत्ते, तं जहा- तीए, पडुप्पण्णे, अणागए । तिविहे समए पण्णत्ते, तं जहा- तीए, पडुप्पण्णे, अणागए । एवं आवलिया आणापाणू थोवे लवे मुहुत्ते अहोरत्ते जाव वाससयसहस्से पुव्वंगे पुव्वे जाव ओसप्पिणी । तिविहे पोग्गलपरियट्टे पण्णत्ते, तं जहा- तीए, पडुप्पण्णे, अणागए ।
ભાવાર્થ :- કાલના ત્રણ પ્રકાર છે, યથા– (૧) ભૂતકાળ (૨) વર્તમાનકાળ (૩) ભવિષ્યકાળ. સમય ત્રણ પ્રકારનો હોય છે, યથા– (૧) ભૂતકાળનો (૨) વર્તમાનકાળનો (૩) ભવિષ્યકાળનો. તે જ રીતે આવલિકા, આન-પ્રાણ [શ્વાસોચ્છવાસ], સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્રથી લાખ વર્ષ, પૂર્વાગ; પૂર્વથી અવસર્પિણી કાલ પર્વતના પ્રત્યેક કાલ ઘટકના ત્રણ-ત્રણ પ્રકાર છે. પુદ્ગલ પરાવર્તન ત્રણ પ્રકારના છે, યથા– (૧) અતીત પુદ્ગલ પરાવતન (૨) વર્તમાન પુદ્ગલ પરાવતન (૩) અનાગત પુગલ પરાવતન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સમયથી પુદ્ગલ પરાવર્તન પર્વતના સર્વકાલ ઘટકોની ભૂત, ભાવી, વર્તમાન આશ્રી ત્રિપ્રકારતા પ્રદર્શિત કરી છે. જે કાળ વ્યતીત થઈ ગયો છે તે અતીત, જે કાળ વર્તી રહ્યો છે તે પ્રત્યુપન્ન(વર્તમાન) અને જે કાળ આવશે, વર્તશે તે ભવિષ્યકાળ કહેવાય છે. તે કાળનું નાનામાં નાનું એકમ સમય છે. અસંખ્યાત સમયની આવલિકા છે. આનપાન, સ્તોક વગેરે કાળના માપ છે. તે સર્વના ત્રણ-ત્રણ ભેદ થાય છે. તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. કાળ ભેદોનું સ્વરૂપ નિરૂપણ બીજા સ્થાનના ચોથા ઉદ્દેશક પ્રમાણે જાણવું.
વચનના ત્રણ-ત્રણ પ્રકાર :| ४ तिविहे वयणे पण्णत्ते, तं जहा- एगवयणे, दुवयणे, बहुवयणे । अहवा तिविहे वयणे पण्णत्ते, तं जहा- इत्थिवयणे, पुंवयणे, णपुंसगवयणे । अहवा तिविहे वयणे पण्णत्ते, तं जहा- तीयवयणे, पडुप्पण्णवयणे, अणागयवयणे । ભાવાર્થ :- વચન ત્રણ પ્રકારના છે, યથા– (૧) એકવચન (૨) દ્વિવચન (૩) બહુવચન. અથવા વચન ત્રણ પ્રકારના છે, યથા- (૧) સ્ત્રીવચન (૨) પુરુષવચન (૩) નપુંસકવચન. અથવા વચન ત્રણ પ્રકારના છે, યથા– (૧) અતીતવચન (૨) વર્તમાન વચન (૩) અનાગતવચન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વચનના ભિન્ન ભિન્ન રીતે પ્રકાર દર્શાવ્યા છે. શબ્દોના ઉચ્ચારણને વચન કહેવામાં