________________
[ ૨૪૪]
શ્રી ઠાણાંગ સત્ર-૧
સ્થાન-૩
ઉદ્દેશક-૪
પ્રતિમાધારીના ઉપાશ્રય અને સંસ્કારક :| १ पडिमापडिवण्णस्स णं अणगारस्स कप्पंति तओ उवस्सया पडिलेहित्तए, तं जहा- अहे आगमणगिहंसि वा, अहे वियडगिहसि वा, अहे रुक्खमूलगिहसि वा । एवं अणुण्णवित्तए, उवाइणित्तए । ભાવાર્થ :- પડિમાધારી શ્રમણને ત્રણ પ્રકારના ઉપાશ્રયોનું પ્રતિલેખનકરવું (નિવાસ માટે જોવું) કહ્યું છે, તે આ પ્રમાણે છે-(૧) આગમન ગૃહ– યાત્રિકોને રહેવાનું સ્થાન (૨) વિવૃત ગૃહ- ઉપરથી આચ્છાદિત અને ચારે તરફથી ખુલ્લું, માળરહિત સ્થાન (૩) વૃક્ષમૂળ ગૃહ- વૃક્ષની નીચેનો ભાગ. તે જ રીતે ત્રણ સ્થાનના માલિકની આજ્ઞા લેવી અને તે ત્રણ સ્થાનમાં રહેવું કહ્યું છે.
२ पडिमापडिवण्णस्स णं अणगारस्स कप्पति तओ संथारगा पडिलेहित्तए, तं जहा- पुढवीसिला, कट्ठसिला, अहासंथडमेव । एवं अणुण्णवित्तए, उवाइणित्तए। ભાવાર્થ :- પ્રતિમા પ્રતિપન્ન અણગારને ત્રણ પ્રકારના સંસ્કારોનું પ્રતિલેખન કરવું કહ્યું છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વી શિલા–સમતલ ભૂમિ અથવા પાષાણ શિલા. (૨) કાષ્ઠ શિલા-કાષ્ઠનો સમતલ ભાગ. (૩) યથા સંસત–ઉપયોગને યોગ્ય ઘાસ, પરાલ આદિ જે પાથરેલાં હોય છે. તે જ રીતે ત્રણ સંસ્તારકની આજ્ઞા લેવી અને તેનો ઉપયોગ કરવો કહ્યું છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રતિમાધારી સાધુના રહેવાના સ્થાન અને સૂવા બેસવાના સાધન-સંસ્તારકનું નિરૂપણ છે. (૧) યાત્રિકોનું રહેવાનું સ્થાન–ધર્મશાળા, (૨) ચોરો–ઉપર છત વાળા અને ચારેબાજુથી ખુલ્લા એવા માળરહિત સ્થાન,એક—બે તરફથી ખુલ્લું સ્થાન, ઘર, વાડો આદિ. (૩) વૃક્ષની નીચે ખુલ્લા સ્થાનમાં કે ત્યાં બનેલા ગૃહમાં, આ ત્રણ પ્રકારના સ્થાનમાં અભિગ્રહધારી, પ્રતિમા સંપન્ન સાધુને પ્રતિલેખન કરી, સ્વામીની આજ્ઞા મેળવી રહેવું કહ્યું છે. આ ત્રણ પ્રકારમાંથી કોઈપણ સ્થાનમાં નિવાસ કર્યા પછી (૧) પૃથ્વીશિલા (૨) લાકડાના પાટીયા કે (૩) ઘાસાદિ સંસ્તારક જોઈ, આજ્ઞા લઈ ઉપયોગ કરવો, તેના પર સૂવું સાધુ માટે કલ્પનીય છે.