________________
સ્થાન–૩: ઉદ્દેશક-૩
| ૨૪૩ ]
કથાઃ- કોઈપણ વસ્તુના સ્વરૂપને દર્શાવતી વાતને કથા કહે છે. (૧) અર્થકથા- ધન ઉપાર્જન સંબંધી કથા. (ર) ધર્મકથા-ધર્મના સ્વરૂપને દર્શાવતી કથા. (૩) કામકથા- કામને વધારનારી, ઉત્તેજિત કરનારી કથા. વિનિશ્ચયઃ- કોઈપણ વસ્તુના સ્વરૂપનું પરિજ્ઞાન તે વિનિશ્ચય કહેવાય છે. તે પણ અર્થ, ધર્મ અને કામના સ્વરૂપના પરિજ્ઞાન રૂપે ત્રણ પ્રકારનો છે. શ્રમણની પથુપાસનાનું ફળ :६९ तहारूवंणं भंते ! समणं वा माहणं वा पज्जुवासमाणस्स किंफला पज्जवासणया ? सवणफला जाव सिद्धिगइ गमण पज्जवसाणफले समणाउसो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તથારૂપના શ્રમણ માહણની પર્યાપાસના(સેવા-સુશ્રુષા) કરવાનું શું ફળ છે?
ઉત્તર- આયુષ્યમાનું ! શ્રમણ-નિગ્રંથોની પર્યુપાસનાનું અનંતર ફળ ધર્મ શ્રવણ છે યાવતું પર્યુપાસનાનું અંતિમ ફળ સિદ્ધિગતિને પ્રાપ્ત કરવી, તે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નાનપદ દ્વારા પાઠને સંક્ષિપ્ત કરવામાં આવ્યો છે. ભગવતીસૂત્ર શતક-૨, ઉદ્દેશક૫ માં આ સંપૂર્ણ સૂત્ર અર્થ વિવેચન સાથે છે. શાસ્ત્રોક્ત આચારનું પાલન કરનાર, સાવધ વ્યાપારથી નિવૃત્ત એવા શ્રમણની સેવા-સુશ્રુષાનું આધફળ ધર્મશ્રવણ છે અને ધર્મશ્રવણથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે પછી ઉત્તરોત્તર વિશિષ્ટ જ્ઞાન, પ્રત્યાખ્યાન, સંયમ, અનાશ્રવ, તપ, કર્મ નિર્જરા, યોગનો નિરોધ, અક્રિયાવસ્થા પ્રાપ્ત કરી જીવ સિદ્ધ બની જાય છે. આ રીતે શ્રમણોની સેવા-સુશ્રુષા પરંપરાએ મોક્ષનું કારણ બને છે.
ત્રણની સંખ્યાના આધારે વિષયને સમાવિષ્ટ કરનાર ત્રીજા સ્થાનમાં આ સૂત્રનો સમાવેશ કોઈપણ અપેક્ષાએ થાય તેમ નથી. ટીકાકારે પણ ત્રિસ્થાન અનવતારિણપઆ શબ્દથી પોતાના ભાવ રજૂ કયો છે. તેમ છતાં તેઓએ આ સૂત્રની ટૂંકમાં વ્યાખ્યા પણ કરી છે. આ કારણે આ સૂત્ર પ્રસ્તુત સ્થાનમાં અવિચ્છિન્ન પરંપરાથી ઉપલબ્ધ છે. તે અન્વેષક વિદ્વાનો માટે ચિંતનીય વિષય છે. આ સૂત્રનો વિસ્તૃત પાઠ અને તેના શબ્દાર્થ વિવેચન માટે જુઓ– ભગવતી સૂત્ર પ્રથમ ભાગ શ.ર, ઉ.૫, પૃષ્ટ ૩૧૧. [ગુરુપ્રાણ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત)
સ્થાન૩ : ઉદ્દેશક-૩ સંપૂર્ણ છે