________________
[ ૨૪૨ |
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ભાવાર્થ – અનુશાસનના ત્રણ પ્રકાર છે, યથા– (૧) આત્માનુશાસન (૨) પરાનુશાસન (૩) દુ-ભયાનુશાસન. ६६ तिविहे उवालंभे पण्णत्ते, तं जहा- आओवालंभे, परोवालंभे, તદુપયોવા- તમે ! ભાવાર્થ :- ઉપાલંભના ત્રણ પ્રકાર છે, યથા– (૧) આત્મોપાલંભ (૨) પરોપાલંભ (૩) તલ્મયો– પાલંભ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વૈયાવચ્ચ આદિ ચાર વિષયોનું નિરૂપણ છે.
વૈયાવચ્ચ :- ગુરુજનોની કે નાના મોટા શ્રમણોની અથવા સ્વપર કોઈની સેવા કરવી, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને શરીર સંબંધી કોઈ પણ કાર્ય કરવું તે વૈયાવચ્ચ કહેવાય છે. (૧) આત્મવૈયાવચ્ચ- જિનકલ્પી સાધુ પોતે પોતાની વૈયાવચ્ચ કરે છે તે અથવા ગોચરી વગેરે પોતાનું કાર્ય કરવું. (૨) પરવૈયાવચ્ચ
વિકલ્પી સાધુ બીમાર અસક્તગુરુ વગેરેની શુશ્રુષા કરે છે. (૩) તદુર્ભયવૈયાવચ્ચ- ગચ્છગત સાધુ પોતાની અને પરની સેવા કરે તે.
અનુગ્રહ:- અનુગ્રહ એટલે ઉપકાર, જ્ઞાનાદિના ઉપાર્જન દ્વારા ઉપકાર કરવો (૧) સ્વયં અધ્યયન કરીને પોતાના પર ઉપકાર કરવો. (૨) અન્યને સૂત્રાર્થ અધ્યયન કરાવીને અન્યનો ઉપકાર કરવો. (૩) સ્વયં અધ્યતન કરવું અને અન્યને પણ કરાવવું. અનુશાસન - અનુશાસન એટલે આજ્ઞામાં રહેવું આજ્ઞાનો સ્વીકાર કરવો તે. આત્મા પર નિયંત્રણ કરવું તે. ઉપાલંભ - અનુચિત કાર્ય માટે અપાતો ઠપકો. કથા અને વિનિશ્ચયના ત્રણ-ત્રણ પ્રકાર :६७ तिविहा कहा पण्णत्ता, तं जहा- अत्थकहा, धम्मकहा, कामकहा । ભાવાર્થ :- કથા ત્રણ પ્રકારની છે, યથા- (૧) અર્થ કથા (૨) ધર્મ કથા (૩) કામ કથા. ६८ तिविहे विणिच्छए पण्णत्ते, तं जहा- अत्थविणिच्छए, धम्मविणिच्छए, कामविणिच्छए । ભાવાર્થ - વિનિશ્ચય ત્રણ પ્રકારનો છે, યથા– (૧) અર્થ વિનિશ્ચય (૨) ધર્મવિનિશ્ચય (૩) કામ વિનિશ્ચય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કથા અને તેના સ્વરૂપનું વર્ણન છે.