SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦] શ્રી ઠાણાગ સુત્ર-૧ (ર) અવિનયઢિયા- જ્ઞાન, દર્શન, ચારિત્રના ધારકનો વિનય ન કરવો અને અવિનય કરવો. (૩) અજ્ઞાનકિયા- સમસ્ત લૌકિક જ્ઞાન કે કુત્સિત જ્ઞાન. અકિયાના ત્રણ પ્રકાર :- ૧. પ્રયોગક્રિયા- કર્મબંધ કારક મન, વચન, કાયાનો વ્યાપાર. આ વ્યાપાર મોક્ષને યોગ્ય ન હોવાથી અક્રિયા રૂપ છે. તે પ્રયોગ ક્રિયાના મન પ્રયોગ, વચન પ્રયોગ અને કાય પ્રયોગ(વ્યાપાર) તેવા ત્રણ ભેદ છે. ૨. સમુદાનક્રિયા- યોગની પ્રવૃત્તિ દ્વારા સામાન્ય રૂપે ગ્રહણ કરાયેલી કાર્મણ વર્ગણાનું પ્રકૃતિ, સ્થિતિ, સર્વઘાતી, દેશઘાતી આદિ રૂપે જે આદાન = પરિણમન થાય તેને સમુદાન કહે છે. તેના ત્રણ ભેદ સૂત્રમાં કહ્યા છે– (૧) અનંતર સમુદાનક્રિયાનું પ્રથમ સમયવર્તી સમુદાન ક્રિયાને અનંતર સમુદાન ક્રિયા કહે છે. (૨) પરમ્પર સમુદાનક્રિયા-દ્વિતીયાદિ સમયવર્તી સમુદાનક્રિયા. (૩) તદુભય સમુદાનક્રિયાપ્રથમ–અપ્રથમ સમયવર્તી સમુદાનક્રિયા. ૩. અજ્ઞાનક્રિયા- મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન(અવધિ અજ્ઞાન)દ્વારા થતી ક્રિયા. તેના મતિઅજ્ઞાન આદિ ત્રણ પ્રકાર છે. અવિનયસિયાના ત્રણ પ્રકાર :- ૧. દેશયાગી- સ્વામીનું અપમાન કરી, દેશ છોડી ચાલ્યા જવું. ૨. નિરાલંબન– ગચ્છ કે કુટુંબથી અલગ થઈ જવું. ૩. નાનાપ્રયોદ્વેષી- લોકો પ્રત્યે વિવિધ પ્રકારે રાગ-દ્વેષ કરવા. અજ્ઞાનના ત્રણ પ્રકાર – ૧. દેશ અજ્ઞાન– જ્ઞાતવ્ય જાણવા યોગ્ય વસ્તુના કોઈ એક અંશને ન જાણવો. ૨. સર્વ અજ્ઞાન– જ્ઞાતવ્ય વસ્તુને જ ન જાણવી. ૩. ભાવ અજ્ઞાન- વસ્તુની વિવક્ષિત પર્યાયનું જ્ઞાન ન હોવું. ધર્મના ત્રણ પ્રકાર :|६१ तिविहे धम्मे पण्णत्ते, तं जहा- सुयधम्मे, चरित्तधम्मे, अत्थिकायधम्मे । ભાવાર્થ :- ધર્મના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રત ધર્મ-દ્વાદશાંગ શ્રુતનો અભ્યાસ કરવો, શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો (૨) ચારિત્ર ધર્મ–મુનિધર્મ અને શ્રાવક ધર્મનું પરિપાલન કરવું (૩) અસ્તિકાય ધર્મ-પ્રદેશના સમૂહરૂપ દ્રવ્યોને અસ્તિકાય કહે છે અને તેના સ્વભાવને અસ્તિકાય ધર્મ કહે છે. ઉપક્રમના ત્રણ-ત્રણ ભેદ :६२ तिविहे उवक्कमे पण्णत्ते, तं जहा- धम्मिए उवक्कमे, अधम्मिए उवकम्मे, धम्मियाधम्मिए उवक्कमे ।
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy