________________
સ્થાન-૩: ઉદ્દેશક-૩
[ ૨૩૯ |
કાયપ્રયોગ ક્રિયા. ५७ समुदाणकिरिया तिविहा पण्णत्ता, तं जहा- अणंतरसमुदाण-किरिया, परंपरसमु- दाणकिरिया, तदुभयसमुदाणकिरिया । ભાવાર્થ :- સમુદાન ક્રિયાના ત્રણ પ્રકાર છે, યથા– (૧) અનંતર સમુદાન ક્રિયા (૨) પરંપર સમુદાન ક્રિયા (૩) તદુભય સમુદાન ક્રિયા. ५८ अण्णाणकिरिया तिविहा पण्णत्ता, तं जहा- मतिअण्णाणकिरिया, सुयअण्णाण किरिया, विभंगअण्णाणकिरिया । ભાવાર્થ :- અજ્ઞાન ક્રિયાના ત્રણ પ્રકાર છે, યથા– (૧) મતિ અજ્ઞાનક્રિયા (૨) શ્રુત અજ્ઞાનક્રિયા (૩) વિભંગ અજ્ઞાન ક્રિયા. ५९ अविणए तिविहे पण्णत्ते, तं जहा- देसच्चाई, णिरालंबणया, णाणापेज्जदोसे। ભાવાર્થ :- અવિનયના ત્રણ પ્રકાર છે, યથા– (૧) દેશનો ત્યાગ કરનાર (૨) નિરાલંબન- કુટુંબનો ત્યાગ કરનાર (૩) નાનાપ્રયોદ્વેષી– વિવિધ પ્રકારે રાગદ્વેષ કરનાર. |६० अण्णाणे तिविहे पण्णत्ते, तं जहा- देसण्णाणे, सव्वण्णाणे, भावण्णाणे ।
ભાવાર્થ :- અજ્ઞાનના ત્રણ પ્રકાર છે, યથા- (૧) દેશ અજ્ઞાન (૨) સર્વ અજ્ઞાન (૩) ભાવ અજ્ઞાન. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ પ્રકારના મિથ્યાત્વનું નિદર્શન કરી અક્રિયા મિથ્યાત્વમાં અસમ્યક ક્રિયાઓનું વિશ્લેષણ કર્યું છે.
બિછR :- આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) મિથ્યા સમજણ (૨) મિથ્યા પ્રવૃત્તિ. જિનેશ્વરના વચનથી વિપરીત સમજણ તે મિથ્યાસમજ છે. જે ક્રિયા મોક્ષ સાધક ન હોય તે મિથ્યા પ્રવૃત્તિ છે. પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વના નામોમાં અવિનય, અજ્ઞાન અને અક્રિયા નામના ત્રણ મિથ્યાત્વ છે. તે ત્રણેનો અહીં નિર્દેશ છે.
(૧) અલિયા- મોક્ષસાધક ન હોય તેવા સંસાર વર્ધક અનુષ્ઠાન અને આચરણને અક્રિયા કહે છે. આ ભેદમાં મોક્ષ અહેતુક ક્રિયાઓનો સંગ્રહ છે. અહીં રુલ્લિત જ્ઞાને અજ્ઞાન અથવા રુલ્લિત ક્રિયા દિયા એવા અર્થમાં 'અ' નો પ્રયોગ સમજવો. બીજી અપેક્ષાએ ક્રિયા, વિનય અને જ્ઞાનનો અસ્વીકાર કરવો, તે પણ અક્રિયા આદિ કહેવાય.