________________
૨૩૪ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
ભાવાર્થ :- જંબૂદ્વીપ નામક દ્વીપમાં ત્રણ કર્મભૂમિઓ છે, તે આ પ્રમાણે છે– (૧) ભરત (૨) ઐરાવત (૩) મહાવિદેહ.
તે જ રીતે ધાતકીખંડના પૂર્વાર્ધ્વ અને પશ્ચિમાદ્ધમાં તથા અર્ધપુષ્કર દ્વીપના પૂર્વાદ્ધ અને પશ્ચિમાર્ધમાં ત્રણ-ત્રણ કર્મભૂમિઓ છે. વિવેચન :
જંબૂદ્વીપમાં મનુષ્યને રહેવાના નવ ક્ષેત્રો છે, તેમાં ત્રણ કર્મભૂમિના અને છ અકર્મભૂમિના ક્ષેત્રો છે. તૃતીય સ્થાન હોવાથી ત્રણ કર્મભૂમિના ક્ષેત્રનું કથન છે. તે જ રીતે ધાતકીખંડ અને પુષ્કરાર્ધ દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં પણ સમજવું. જ્યાં અસિ, મણિ, કૃષિ, કળાથી જીવન વ્યવહાર ચાલતો હોય તે કર્મભૂમિ ક્ષેત્ર છે. દર્શન રુચિ અને પ્રયોગના ત્રણ-ત્રણ ભેદ :४८ तिविहे दंसणे पण्णत्ते तं जहा- सम्मइंसणे, मिच्छइंसणे, सम्मामिच्छद्दसणे। तिविहा रुई पण्णत्ता, तं जहा- सम्मरुई, मिच्छरूई सम्मामिच्छरुई । तिविहे पओगे पण्णत्ते, तं जहा- सम्मपओगे, मिच्छपओगे, सम्मामिच्छपओगे। ભાવાર્થ :- દર્શન ત્રણ પ્રકારના છે, યથા– (૧) સમ્યગુદર્શન (૨) મિથ્યાદર્શન (૩) મિશ્રદર્શન. રુચિ ત્રણ પ્રકારની છે, યથા– (૧) સમ્યગુરુચિ (૨) મિથ્યારુચિ (૩) મિશ્રરુચિ. પ્રયોગ ત્રણ પ્રકારના છે, યથા– (૧) સમ્યપ્રયોગ (૨) મિથ્યા પ્રયોગ (૩) મિશ્રપ્રયોગ(પ્રવૃત્તિ). વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જીવોના વ્યવહારની ક્રમિક ભૂમિકાઓનો નિર્દેશ છે. દર્શન એટલે દષ્ટિકોણ. સંજ્ઞી જીવમાં સર્વ પ્રથમ દષ્ટિકોણનું નિર્માણ થાય છે. તત્પશ્ચાતુ તેમાં રુચિ કે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને તદનુસાર તે કાર્ય કરે છે. આ કથનનો અભિપ્રાય એ છે કે જીવનો દષ્ટિકોણ સમ્યફ હોય તો તેની રુચિ સમ્યક થાય અને તદનુસાર તેની મન, વચન અને કાયાની પ્રવૃત્તિ પણ સમ્યક બને. તે જ રીતે દર્શન મિથ્યા કે મિશ્ર હોય તો તેની રુચિ અને પ્રવૃત્તિ પણ ક્રમશઃ મિથ્યા અને મિશ્રિત થાય છે. દર્શનાનુસારી શ્રદ્ધા અને શ્રદ્ધાનુસારી પ્રયોગ હોય છે. દર્શન = સમજ. રુચિ = શ્રદ્ધા. પ્રયોગ = પ્રવૃત્તિ.
વ્યવસાય(વ્યવહાર)નું વિવિધ રીતે વર્ગીકરણ :|४९ तिविहे ववसाए पण्णत्ते, तं जहा- धम्मिए ववसाए, अधम्मिए ववसाए, धम्मियाधम्मिए ववसाए । अहवा तिविहे ववसाए पण्णत्ते, त जहा- पच्चक्खे,