________________
સ્થાન–૩: ઉદ્દેશક-૩
૨૩૩
ત્રણ દત્તી પાણીની ગ્રહણ કરવી કહ્યું છે. |४५ एगराइयं भिक्खुपडिमं सम्म अणणुपालेमाणस्स अणगारस्स इमे तओ ठाणा अहियाए असुभाए अखमाए अणिस्सेयसाए अणाणुगामियत्ताए भवंति, तं जहा- उम्मायं वा लभिज्जा, दीहकालियं वा रोगायंकं पाउणेज्जा, केवलीपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा ।। ભાવાર્થ :- એક રાત્રિની ભિક્ષુ પ્રતિમાનું સમ્યક પ્રકારે અનુપાલન નહીં કરનાર અણગારને માટે ત્રણ સ્થાન અહિતકર, અશુભ, અક્ષમ, અકલ્યાણકર અને અનાનુગામિતાના કારણ બને છે, તે આ પ્રમાણે છે– (૧) તે અણગાર ઉન્માદને પ્રાપ્ત થાય (૨) દીર્ઘકાલિક રોગાતંકથી ગ્રસિત થાય (૩) કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય. |४६ एगराइयं भिक्खुपडिमं सम्म अणुपालेमाणस्स अणगारस्स तओ ठाणा हियाए सुभाए खमाए णिस्सेसाए आणुगामियताए भवति, तं जहा
ओहिणाणे वा से समप्पज्जेज्जा, मणपज्जवणाणे वा से समुप्पज्जेज्जा, केवलणाणे वा से समुप्पज्जेज्जा।
ભાવાર્થ :- એક રાત્રિકી ભિક્ષુ પ્રતિમાનું સમ્યક પ્રકારે પાલન કરનાર અણગારને ત્રણ સ્થાન હિતકર શુભ, ક્ષમ, કલ્યાણકર અને અનુગામિતાના કારણ બને છે, તે આ પ્રમાણે છે– (૧) ઉક્ત અણગારને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય (૨) મનઃ પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય (૩) કેવળજ્ઞાન પ્રાપ્ત થાય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભિક્ષુની ત્રીજી પ્રતિમાની દત્તિ, સંખ્યા અને બારમી પ્રતિમાના સભ્ય–અસમ્યક પાલનથી પ્રાપ્ત થતાં સુફળ અને દુષ્ફળનું નિદર્શન છે. સાધુના વિશેષ પ્રકારના અભિગ્રહને પ્રતિમા–પ્રતિજ્ઞા કહેવામાં આવે છે. ભિક્ષની બાર પ્રતિમા છે. તેમાં ત્રીજી પ્રતિમા ત્રણ માસની અને ત્રણ દત્તિવાળી છે. ત્રીજું સ્થાન હોવાથી તેનું વર્ણન આ સ્થાનમાં છે.
બારમી પ્રતિમા એક રાત્રિની છે. તેની સમ્યફ આરાધના અને સમ્યક અનારાધનાના ત્રણ પ્રકારના ફળ સુત્રમાં દર્શાવ્યા છે. તે સુત્રાર્થથી સ્પષ્ટ છે. પ્રતિમા સ્વીકાર કરનાર જો અવધિજ્ઞાની કે મન:પર્યવજ્ઞાની હોય તો તેનું તે જ્ઞાન વિશુદ્ધ, વિશુદ્ધતમ થાય છે તેમ સમજવું. કેવળજ્ઞાની પ્રતિમા ધારણ કરતા નથી. અઢીદ્વીપમાં પંદર કર્મભૂમિઓ :
४७ जंबुद्दीवे दीवे तओ कम्मभूमीओ पण्णत्ताओ, तं जहा- भरहे, एरवए, महाविदेहे । एवं धायइसंडे दीवे पुरित्थिमद्धे जाव पुक्खरवरदीवड्डपच्चत्थिमद्धे ।