________________
ર
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
आयावणयाए खंतिक्खमाए, अपाणएणं तवोकम्मेणं ।
ભાવાર્થ :- ત્રણ સ્થાનથી શ્રમણ નિગ્રંથ સંક્ષિપ્ત કરેલી વિપુલ તેજોલેશ્યા પ્રાપ્ત કરે છે, તે આ પ્રમાણે છે– (૧) શીત કે ઉષ્ણ આતાપના લેવાથી (૨) ક્ષમા રાખવાથી (૩) નિર્જલ ચૌવિહાર તપસ્યા કરવાથી.
વિવેચન :
તેજોલબ્ધિ ઃ – 'તેજોલેશ્યા' તે એક પ્રકારની લબ્ધિ–શક્તિ છે. તેની પ્રાપ્તિના ઉપાયો આ સૂત્રમાં દર્શાવ્યા
છે.
આયાવળયાÇ :- (૧) આતાપના લેવાથી. ગ્રીષ્મૠતુમાં સૂર્ય સામે મુખ રાખી, ઉષ્ણ આતાપના લેવાથી અને હેમંતઋતુમાં ખુલ્લા સ્થાનમાં રહી, ઠંડીને સહન કરવા રૂપ શીત આતાપના લેવાથી. खंतिक्खमाए : -- (૨) ક્ષમા ધારણ કરવાથી, ક્રોધાદિનો નિગ્રહ કરવાથી. પતિ = વચન અને કાયાથી શાંતિ રાખવી, ક્રોધ પ્રગટ ન કરવો. હુમાય્ = મનથી પણ ક્રોધ ન કરવો, ક્ષમા ધારણ કરવી. આ રીતે પતિ—માણ્ શબ્દથી મન, વચન, કાયાથી ક્ષમા ધારણ કરવી તેવું સ્પષ્ટ થાય છે.
અપાળાં તવોજમેળ :– (૩) ચૌવિહાર ત્યાગપૂર્વકની તપસ્યા કરવાથી. છઠના પારણે છઠ અને તે ઉપવાસમાં પાણીનો પણ ત્યાગ કરવાથી.
જેને તેજોલેશ્યાની પ્રાપ્તિ થાય તેનો પ્રભાવ સૂર્યની જેમ દુર્દર્શનીય અને સંતાપકારક હોય છે. પણ શ્રમણ નિગ્રંથ મુનિમાં તેવું બનતું નથી. તેઓ ક્ષમાના ધારક હોવાથી તેજોલેશ્યાનો પ્રયોગ પ્રાયઃ કરતા નથી. તેની તેજોલેશ્યા શરીરમાં લીન બને છે અથવા હૃસ્વતા પામે છે. તેથી સૂત્રમાં 'સંક્ષિપ્ત કરેલી તેજોલેશ્યા' તેવા વિશેષણ યુક્ત કથન છે અર્થાત્ અપ્રયોગાવસ્થાની તેજોલેશ્યા સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા કહેવાય છે.
આ લબ્ધિ, લબ્ધિ પ્રાપ્તિના સંકલ્પ સહિત વિધિપૂર્વક સૂત્રોક્ત સાધના કરવાથી પ્રાપ્ત થાય છે જેમ કે- ગૌશાલક. તેમજ એકાંત કર્મનિર્જરા માટે, લબ્ધિ પ્રાપ્ત કરવાના સંકલ્પ વિના પણ મોક્ષહેતુક સંયમતપની આરાધના કરવાથી સ્વતઃ પ્રાપ્ત થાય છે. જેમ કે- પ્રભુ મહાવીર. આ લબ્ધિવાન પુરુષ જો તે લબ્ધિનો પ્રયોગ કરે તો અનેક યોજનમાં રહેલા સજીવ નિર્જીવ પદાર્થોને બાળીને ભસ્મીભૂત કરી શકે છે.
ત્રીજી અને બારમી ભિક્ષુ પ્રતિમા :
४४तिमासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स कप्पंति तओ दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, तओ पाणगस्स ।
ભાવાર્થ :- ત્રૈમાસિક ભિક્ષુ–પ્રતિમાને સ્વીકાર કરનાર અણગારને માટે ત્રણ દત્તી ભોજનની અને