________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૩
[ ૨૩૧ ]
ભાવાર્થ :- ત્રણ સ્થાન નિગ્રંથ, નિગ્રંથીઓ માટે હિતકર, શુભ, ક્ષમ(ઉચિત), નિઃશ્રેયસ(કલ્યાણકર), આનુગામિક હોય છે, તે આ પ્રમાણે છે– (૧) કંદન ન કરવું (૨) પ્રલાપ ન કરવો (૩) અશુભ ધ્યાન ન કરવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ માટે હિતકર–અહિતકર સ્થાનની વિવેચના છે.
જિંદન કરવું, અન્યના દોષ જોવા, બતાવવા તથા આર્તધ્યાન, રૌદ્રધ્યાનમય પ્રવૃત્તિથી અશાતા વેદનીય કર્મનો બંધ થાય છે. તેથી સૂત્રમાં તેને અહિતકર, અશુભ આદિ કહ્યા છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન બંને અશુભ ધ્યાન છે, દુર્ગતિના કારણ છે; તેથી ઉપરોક્ત ત્રણે સ્થાનથી દૂર રહેવું સાધક માટે કલ્યાણકારક છે.
સૂત્રોક્ત દંદન આદિ ત્રણે સ્થાન જીવમાત્ર માટે અહિતકારી જ છે. તેમ છતાં સૂત્રકારે નિગ્રંથ અને નિગ્રંથીઓ માટે અહિતકર છે તેમ કહ્યું છે. કારણ કે તે ત્રણે સ્થાન ક્રમશઃ તેની સાધુતાને ક્ષીણ કરી નાખે, તેના સંયમ પર્યાયો ઘટતા જાય છે. તેથી સાધકોને માટે તેનો ત્યાગ અનિવાર્ય છે અર્થાત્ સાધુ-સાધ્વીને તે ત્રણે સ્થાન(પ્રવૃત્તિ)અકલ્પનીય છે. અy Imનિય - અનુગામીનો અર્થ છે સાથે જનાર. ઉપકારી રૂપે જે કાલાન્તરે સાથે જાય તે અહીં અનુગામી કહ્યા છે. ભાનુબંધ રૂપે કર્મ સાથે જાય છે. માટે અહીં અ[શબ્દનો અર્થ શુભાનુબંધ અને બાપુ lifમયે નો અર્થ અશુભાનુબંધ કર્યો છે. શલ્યના ત્રણ પ્રકાર :४२ तओ सल्ला पण्णत्ता,तं जहा- मायासल्ले, णियाणसल्ले, मिच्छादसणसल्ले। ભાવાર્થ :- શલ્ય ત્રણ છે, તે આ પ્રમાણે છે– (૧) માયા શલ્ય-કપટાચરણ (ર) નિદાન શલ્ય (૩) મિથ્યાદર્શન શલ્ય. વિવેચન :શલ્ય – જેના દ્વારા જીવને હાનિ-તકલીફ થાય, સાધના માર્ગમાં સાધકને જે શલ્ય(કંટક) સમાન ખેંચે, તે શલ્ય કહેવાય છે. કાંટો, બાણ વગેરે દ્રવ્ય શલ્ય છે.
સૂત્ર કથિત માયા, નિદાન, મિથ્યાદર્શન ભાવ શલ્ય છે. માયા એટલે કપટ.નિદાન એટલે આચરિત સંયમતપના ફળરૂપે દેવદ્ધિ વગેરેની કામના કરવી. મિથ્યાદર્શન- દેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધા ન હોવી તે. આ ત્રણે ભાવો બાણના અગ્રભાગની જેમ આત્માને પીડાકારક હોવાથી અને આત્મ સાધનામાં બાધક હોવાથી શલ્ય કહેવાય છે. તેજલબ્ધિ પ્રાપ્તિના ત્રણ ઉપાય :४३ तिहिं ठाणेहिं समणे णिग्गंथे संखित्तविउलतेउलेस्से भवइ, तं जहा