________________
| ૨૩૦ |
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ભાવાર્થ :- અવમોદરિકા-ઊણોદરી ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) ઉપકરણ ઊણોદરીઉપકરણોને ઘટાડવા. (૨) ભક્તપાન ઊણોદરી-ખાનપાનની વસ્તુઓને ઘટાડવી. (૩) ભાવ ઊણોદરીરાગ દ્વેષાદિ દુર્ભાવોને ઘટાડવા.
३९ उवगरणोमोयरिया तिविहा पण्णत्ता, तं जहा- एगे वत्थे, एगे पाए, चियत्तोवहि साइज्जणया । ભાવાર્થ :- ઉપકરણ ઊણોદરી ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) એક વસ્ત્ર રાખવું (૨) એક પાત્ર રાખવું (૩) અન્ય મુનિ દ્વારા ઉપયોગમાં લઈને છોડેલા વસ્ત્ર, પાત્રનો ઉપયોગ કરવો. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઊણોદરી નામના બાહ્યુતપના સ્વરૂપનું વર્ણન છે. ઝવમોરિ :- અવમુ-ઊણ, ઉદરિકા-ઉદર, પેટને ઊણું રાખવું અર્થાત્ સુધા કરતાં ઓછું જમવું. ઊણોદરીનો આ વ્યુત્પત્તિ અર્થ છે. ઊણોદરી શબ્દ રસેન્દ્રિયના વિષયને સૂચવે છે. ઉપલક્ષણથી પાંચે ઈન્દ્રિયના વિષય, કષાય વગેરેનું ગ્રહણ થાય છે. તેથી જ સૂત્રકારે દ્રવ્ય ઊણોદરી અને ભાવ ઊણોદરીનું કથન કર્યું છે. ભોગોપભોગના કોઈ પણ સાધનોના આવશ્યકતાથી અલ્પ ઉપયોગને દ્રવ્ય ઊણોદરી કહે છે.
અહીં ઉપકરણ ઊણોદરી અને ભક્તપાન ઊણોદરી દ્રવ્ય ઊણોદરી છે. રાગ દ્વેષાદિ વૈભાવિક ભાવોને ઘટાડવા તે ભાવ ઊણોદરી છે. ત્રીજા સ્થાનના કારણે ઉપકરણ ઊણોદરીના ત્રણ પ્રકાર બતાવ્યા છે જે સૂત્રપાઠથી જ સ્પષ્ટ છે. શ્રમણ માટે હિતકર અહિતકર સ્થાન :४० तओ ठाणा णिग्गंथाण वा णिग्गंथीण वा अहियाए असुभाए अखमाए अणिस्सेसाए अणाणुगामियत्ताए भवंति, तं जहा- कूअणया, कक्करणया, अवज्झाणया । ભાવાર્થ :- ત્રણ સ્થાન નિગ્રંથ અને નિગ્રંથીઓને માટે અહિતકર, અશુભ, અક્ષમ[અયુક્ત| અનિઃશ્રેયસ- અકલ્યાણકર, અનાનુગામિક–અશુભાનુબંધી હોય છે, તે આ પ્રમાણે છે- (૧) કૂજનતાઆર્તસ્વરમાં કરુણ કંદન કરવું (૨) કર્કરણતા–શપ્યા ઉપધિ આદિના દોષ પ્રગટ કરવા માટે પ્રલાપ કરવો (૩) અપધ્યાનતા–આર્ત અને રૌદ્રધ્યાન કરવું. ४१ तओ ठाणा णिग्गंथाण वा णिग्गंथीण वा हियाए सुहाए खमाए णिस्सेसाए आणुगामिअत्ताए भवति, तं जहा- अकूअणया, अकक्करणया, अणवज्झाणया ।