________________
સ્થાન–૩: ઉદ્દેશક-૩
[ ૨૨૯ ]
છે. પરંતુ આચારાંગ સૂત્રની ટીકામાં શીલાંકાચાર્યએ તેનો અર્થ ગરમ પાણી ન કરતાં પ્રાસુમુલ એ પ્રમાણે કર્યો છે. વિશેષ વિચારણા માટે જુઓ – નિશીથ સૂત્ર, ઉદ્દેશક-૧૭.
ભિક્ષાયોગ્ય આહારના ત્રણ-ત્રણ પ્રકાર :|३६ तिविहे उवहडे पण्णत्ते, तं जहा- फलिओवहडे सुद्धोवहडे संसट्ठोवहडे । ભાવાર્થ :- ઉપહત- ભિક્ષુને અપાતા ખાદ્ય પદાર્થના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ફલિતોપહત-અનેક પ્રકારે સંસ્કારિત ભોજન, મિષ્ટાન, શાક, ફરસાણ વગેરે. (૨) શુદ્ધોપહત- મમરા, દાળીયા વગેરે લેપ રહિત સૂકું ભોજન (૩) સંસૃષ્ટોપહત-અસંસ્કારિત ભાત, ખીચડી, રોટલી વગેરે સલેપ્ય પદાર્થ. ३७ तिविहे ओग्गहिते पण्णत्ते, तं जहा- जं च ओगिण्हइ, जं च साहरइ, जं च आसगंसि(थासगंसि) पक्खिवइ । ભાવાર્થ :- અવગૃહીત ભોજનના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પીરસવા માટે ગ્રહણ કરાતું ભોજન (૨) પીરસવા માટે લઈ જવાતું ભોજન (૩) થાળી વગેરેમાં પીરસાતું ભોજન, પીરસેલું ભોજન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ-ત્રણ પ્રકારના ઉપહત અને અવગૃહીત ભોજનનું વર્ણન છે. ઉપહત ભોજન – ભોજન સ્થાનમાંથી ભિક્ષા માટે બહાર લાવેલા આહારને ઉપહત ભોજન કહે છે. અવગૃહીત ભોજન – દાતા દ્વારા ગ્રહણ કરાયેલ ભોજનને અવગૃહીત ભોજન કહે છે.
અભિગ્રહધારી સાધુ પીરસવા માટે ઉપાડેલ, પીરસાતું, પીરસેલું, સંસ્કારિત, અસંસ્કારિત, રૂક્ષ આહારગ્રહણ કરવાના અનેક રીતે અભિગ્રહ ધારણ કરી ભોજન ગ્રહણ કરે છે.
પ્રથમ સૂત્રમાં, ભિક્ષામાં ગ્રહણ કરાતાં પદાર્થના ગુણધર્મની અપેક્ષાએ કથન છે અને બીજા સૂત્રમાં દેય પદાર્થમાં દાતા દ્વારા કરાતી પ્રક્રિયાની અપેક્ષાએ કથન છે. આ બંને સૂત્રો વ્યવહાર સૂત્રના નવમા ઉદ્દેશકમાં છે. વિશેષ વિવરણ માટે ત્યાં જુઓ.
ઊણોદરી તપના ભેદ-પ્રભેદ :३८ तिविहा ओमोयरिया पण्णत्ता, तं जहा- उवगरणोमोयरिया भत्तपाणोमोयरिया, भावोमोयरिया ।