________________
૨૨૮
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
તું બહા- ઇસ્તેમે, સેમે, વાડાથોવને 1
ભાવાર્થ :- ચતુર્થ ભક્ત– એક ઉપવાસ કરનાર ભિક્ષુને ત્રણ પ્રકારના પાણી ગ્રહણ કરવા કલ્પે છે, તે આ પ્રમાણે છે– (૧) ઉત્સ્વદિમ– લોટનું ધોવણ. લોટ બાંધ્યો હોય તે પાત્ર ધોયેલું પાણી (૨) સંસેકિમ
=
- બાફેલા કેર, મેથી—દાણા, પત્ર–ભાજી વગેરેને ઉકાળ્યા પછી ધોયેલું પાણી (૩) તંદુલ ધોવણ = ચોખાનું ધોવણ.
| ३४ छट्ठभत्तियस्स णं भिक्खुस्स कप्पंति तओ पाणगाई पडिगाहित्तए, તું બહા- તિલોવર્, તુક્ષોવર્, નવોલ્ટ્ ।
ભાવાર્થ :- છઠ ભક્ત– બે ઉપવાસ કરનાર ભિક્ષુને ત્રણ પ્રકારના પાણી ગ્રહણ કરવા કલ્પે છે, તે આ પ્રમાણે છે– (૧) તિલોદક—તલનું ધોવણ (૨) તુષોદક–તુષ(ભૂસા)નું ધોવણ (૩) યવોદક–જવનું ધોવણ. | ३५ अट्ठमभत्तियस्स णं भिक्खुस्स कप्पंति तओ पाणगाई पडिगाहित्तए, તેં નહા- માયામ, સોવીરપ, સુવિયડે ।
ભાવાર્થ :- અષ્ટમ ભક્ત– ત્રણ ઉપવાસ કરનાર ભિક્ષુને ત્રણ પ્રકારના પાણી ગ્રહણ કરવા કલ્પે છે, તે આ પ્રમાણે છે– (૧) ઉકાળેલા ચોખા, મગ વગેરેનું ઓસામણ (૨) સૌવીરક–કાંજી, છાસની પરાશ (૩) શુદ્ધ વિકટ–કોઈપણ પદાર્થને ધોયા વગર રાખ, ત્રિફલા આદિથી અચિત્ત થયેલ પાણી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુને ઉપવાસમાં કલ્પનીય પાણીનું વિધાન છે. અહીં પાળ શબ્દ ધોવણ પાણી તથા ગરમપાણીના અર્થમાં પ્રયુક્ત છે. એક ઉપવાસને 'ચતુર્થભક્ત' કહે છે. તેમાં પૂર્વના દિવસના એક ટંકના ભોજનનો, ઉપવાસના દિવસના બે ટંકના ભોજનનો અને પારણાના દિવસના એક ટંકના ભોજનનો ત્યાગ થતો હોવાથી 'ચઉત્થભક્ત' સંજ્ઞા પ્રાપ્ત થઈ છે. તે જ રીતે બે ઉપવાસને છઠ(છ) ભક્ત, ત્રણ ઉપવાસને અષ્ટભક્ત કહે છે.
કોઈ ખાદ્ય પદાર્થ ધોયા હોય તે પાણી ધોવણ પાણી કહેવાય છે અને તે અચિત્ત હોય છે. ત્રણ ઉપવાસ સુધી ધોવણ પાણી પીવું કલ્પે છે. સૂત્રમાં એક, બે, ત્રણ ઉપવાસમાં કયું ધોવણ પાણી પીવું કલ્પે તે સ્પષ્ટ કર્યું છે. વિશેષ વિચારણા માટે જુઓ – નિશીથ સૂત્ર, ઉદ્દેશક–૧૭.
=
ત્રીજા સ્થાનના કારણે ત્રણ સૂત્રોમાં ત્રણ-ત્રણ પ્રકારના પાણી કહ્યા છે. વિચાર કરતાં તે દરેક ધોવણ પાણી ભિક્ષુને ત્રણ ઉપવાસ સુધી કલ્પનીય હોય છે.
સુવિયર્ડ :- શાસ્ત્રમાં આ શબ્દ શુદ્ધ અચિત્ત પાણી માટે પ્રયુક્ત થાય છે અને ગરમ પાણી માટે ૩સિળોવાં શબ્દનો પ્રયોગ થાય છે. પરંપરામાં યુદ્ધ વિયક નો પણ અર્થ ગરમપાણી કરવામાં આવે