________________
[ ૨૨૬ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
घणवायपइट्ठिया, ओवासंतरपइट्ठिया । ભાવાર્થ - વિમાન ત્રિપ્રતિષ્ઠિત[ત્રણ આધારથી અવસ્થિત]હોય છે, યથા– (૧) ઘનોદધિ પ્રતિષ્ઠિત (૨) ઘનવાત પ્રતિષ્ઠિત (૩) આકાશ પ્રતિષ્ઠિત. २७ तिविहा विमाणा पण्णत्ता, तं जहा- अवट्ठिया, वेउव्विया, पारिजाणिया । ભાવાર્થ :- વિમાન ત્રણ પ્રકારના છે, યથા– (૧) અવસ્થિત-સ્થાયી નિવાસ માટેના વિમાન (૨) વિક્રિય–ભોગવિલાસ આદિ માટે વૈક્રિય લબ્ધિથી બનાવેલા વિમાન (૩) પારિયાનિક-મધ્યલોકમાં આવવા માટેના યાન વિમાન. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવ વિમાનોના વિવિધ આકાર, પ્રકાર વગેરે બતાવી તેના ત્રણ આધાર બતાવ્યા છે. તિવયા :- પેલા, બીજા દેવલોકના વિમાનો એટલે દેવલોક ઘનોદધિ પ્રતિષ્ઠિત છે. ત્રીજા, ચોથા, પાંચમા દેવલોક ઘનવાત આધારિત છે. છઠ્ઠા, સાતમા, આઠમા દેવલોક ઘનોદધિ–ઘનવાત ઉભય પ્રતિષ્ઠિત છે. પરંતુ ત્રિસ્થાનનો અધિકાર હોવાથી સૂત્રમાં તેનો સ્વતંત્ર ઉલ્લેખ કર્યો નથી. આઠમાથી ઉપરના દેવલોક આકાશ પ્રતિષ્ઠિત છે.
રિલાયા :-પરિયાનિક. પાલક, પુષ્પક વગેરે મનુષ્યલોકમાં આવવા માટેના યાન–વિમાન પ્રત્યેક ઈન્દ્રને હોય છે. તેને પરિયાનિક વિમાન કહે છે. આ વિમાનો ચર્મરત્ન સમાન સંકોચ વિસ્તારના સ્વભાવવાળા હોય છે અને શાશ્વત હોય છે. દંડકોમાં ત્રણ દષ્ટિ :२८ तिविहा णेरइया पण्णत्ता, तं जहा- सम्मादिट्ठी, मिच्छादिट्ठी सम्मामिच्छा- दिट्ठी । एवं विगलिंदियवज्ज जाव वेमाणियाणं । ભાવાર્થ :- નારકો ત્રણ પ્રકારના છે, યથા– (૧) સમ્યગુદષ્ટિ (૨) મિથ્યાદષ્ટિ (૩) મિશ્ર દષ્ટિ. આ રીતે વિકસેન્દ્રિયોને છોડીને સર્વ દંડકોમાં ત્રણ દષ્ટિવાળા જીવ જાણવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૨૪ દંડકના જીવોમાં મિથ્યાદષ્ટિ વગેરે ત્રણ દષ્ટિનું પ્રતિપાદન છે. વિકલેન્દ્રિયને વર્જીને નારકી આદિ સર્વ દંડકમાં ત્રણ દષ્ટિ કહી છે. અહીં વિકસેન્દ્રિય શબ્દથી પૂર્વવત્ એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય સુધીના જીવોને ગ્રહણ કર્યા છે. તેમાં એકેન્દ્રિયને એક મિથ્યાદષ્ટિ છે અને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય