________________
સ્થાન–૩ઃ ઉદ્દેશક ૩
પોતાનું મૃત્યુ નિકટ જાણીને, તેમજ અવધિજ્ઞાન દ્વારા પોતાની ભાવી ગર્ભગત અશુચિમય અવસ્થાઓને જાણીને, ઉત્પન્ન થતી તેઓની માનસિક પીડાને સ્પષ્ટ કરી છે.
૨૨૫
વિમાળામરળારૂં —રુવાડું:-દેવલોકનાવિમાન અને આભરણ–આભૂષણ અને પૃથ્વીકાયના કલ્પવૃક્ષો શાશ્વત હોય છે. અલ્પાયુ અવશેષ રહેતાં દેવોની દષ્ટિ ઝાંખી થઈ જાય છે. તેથી તેઓને વિમાન, આભૂષણ, કલ્પવૃક્ષની પ્રભા અથવા કાંતિ ક્ષીણ થયેલી દેખાય છે.
तेयलेस्सं :– દેવોના શરીરની કાંતિ–પ્રભાવને અહીં લેશ્યા કહી છે. તે પણ મૃત્યુ સમયમાં ઝાંખી પડી જાય છે.
કન્વેનં :– મૃત્યુ સમય નજીક જાણી અને ગર્ભવાસની ભીષણતાનો મન દ્વારા અનુભવ કરી, દેવને ગ્લાનિ ઉત્પન્ન થાય છે અને તેના કારણે અલ્પ સમય માટે આહાર પણ છોડી દે છે. આ રીતે કોઈ પણ ગતિમાં રહેલા સંસારી જીવો કર્માધીન થઈ સુખ દુઃખ પામતાં હર્ષ શોક કરે છે.
દેવ વિમાનના આકાર, પ્રકાર અને આધાર :
૨૫ તિસનિયા વિમાળા પળત્તા, તં ગહા- વટ્ટા, હંસા, વડરા ।
तत्थ णं जे ते वट्टा विमाणा, ते णं पुक्खरकण्णियासंठाणसंठिया सव्वओ समंता पागारपरिक्खित्ता एगदुवारा पण्णत्ता ।
तत्थ णं जे ते तंसा विमाणा, ते णं सिंघाडगसंठाणसंठिया दुहओपागारपरिक्खित्ता एगओ वेइयापरिक्खित्ता तिदुवारा पण्णत्ता ।
तत्थ णं जे ते चउरंसा विमाणा, ते णं अक्खाडगसंठाणसंठिया सव्वओ समंता वेइयापरिक्खित्ता चउदुवारा पण्णत्ता ।
ભાવાર્થ :- દેવવિમાન ત્રણ સંસ્થાન—આકારવાળા છે, યથા– (૧) વૃત્ત (ર) ત્રિકોણ (૩) ચતુષ્કોણ.
જે વિમાન વૃત્ત(ગોળાકાર) હોય છે તે કમલની કર્ણિકાના આકારે હોય છે. સર્વ દિશાઓ અને વિદિશાઓમાં પ્રાકારથી ઘેરાયેલા હોય છે. તેને એક દ્વાર હોય છે.
જે વિમાન ત્રિકોણ છે તે સિંઘોડાના આકારે હોય છે. બે તરફ પ્રાકારથી અને એક તરફ વેદિકાથી ઘેરાયેલા હોય છે. તેને ત્રણ દ્વાર હોય છે.
જે વિમાન ચતુષ્કોણ છે તે અખાડાના આકારે હોય છે. સર્વ દિશાઓ અને વિદિશાઓમાં વેદિકાથી ઘેરાયેલા હોય છે. તેને ચાર દ્વાર હોય છે.
२६ तिपइट्ठिया विमाणा पण्णत्ता, तं जहा- घणोदधिपइट्ठिया,