________________
૨૨૪]
શ્રી કાણાંગ સૂત્ર-૧
સાધુપર્યાય પ્રાપ્ત કરી શકાય તેવા મનુષ્ય જન્મ, આર્યક્ષેત્ર, ઉચ્ચકુળને ઝંખે છે. શ્રુત-ચારિત્રધર્મનું પૂર્વે યથાર્થ વિશુદ્ધ પાલન ન કરવાથી ખેદ પામે છે. તે ભાવો સૂત્રાર્થથી સ્પષ્ટ છે. દેવોનું ચ્યવન અને ઉદ્વેગભાવ :
२३ तिहिं ठाणेहिं देवे चइस्सामित्ति जाणइ, तं जहा- विमाणाभरणाई णिप्पभाई पासित्ता, कप्परुक्खगं मिलायमाणं पासित्ता, अप्पणो तेयलेस्सं परिहायमाणिं जाणित्ता; इच्चेएहिं तिहिं ठाणेहिं देवे चइस्सामित्ति जाणइ । ભાવાર્થ :- ત્રણ કારણે દેવ જાણે છે કે મારું ચ્યવન-મરણ થશે, તે આ પ્રમાણે છે– (૧) વિમાન અને આભૂષણોને નિપ્રભ જોઈને (૨) કલ્પવૃક્ષને મુરઝાયેલા જોઈને (૩) પોતાની તેજોવેશ્યા–શરીરની કાત્તિને ક્ષીણ થતી જોઈને. આ ત્રણ કારણે દેવ જાણે છે કે હવે મારું ચ્યવન થશે. २४ तिहिं ठाणेहिं देवे उव्वेगमागच्छेज्जा, तं जहा
अहो ! णं मए इमाओ एयारूवाओ दिव्वाओ देविड्डीओ दिव्वाओ देवजुईओ दिव्वाओ देवाणुभावाओ लद्धाओ पत्ताओ अभिसमण्णागयाओ चइयव्वं भविस्सइ।
अहो ! णं मए माउओयं पिउसुक्कं तं तदुभयसंसटुं तप्पढमयाए आहारो आहारेयव्वो भविस्सइ ।
अहो ! मए कलमल-जंबालाए असुईए उव्वेयणियाए भीमाए गब्भवसहीए वसियव्वं भविस्सइ ।।
इच्चेएहिं तिहिं ठाणेहिं देवे उव्वेगमागच्छेज्जा । ભાવાર્થ :- ત્રણ કારણે દેવ ઉદ્વેગને પ્રાપ્ત કરે છે અર્થાતુ દેવને ઉદ્વેગ થાય છે, તે આ પ્રમાણે છે(૧) અહો ! મારે આ પ્રકારની ઉપાર્જિત, પ્રાપ્ત અને અભિસમન્વાગત-સન્મુખ આવેલી દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ અને દિવ્ય દેવાનુભાવને છોડવા પડશે. (૨) અહો! મારે સર્વ પ્રથમ માતાના ઓરિજ]અને પિતાના શુક્ર-વીર્યના સમ્મિશ્રણ રૂપ આહાર ગ્રહણ કરવો પડશે. (૩) અહો ! મારે મલિન લોહીમાંસના કીચડવાળા, અશુચિમય, ઉદ્વેગ ઉત્પન્ન કરનાર અને ભયાનક ગર્ભાશયમાં રહેવું પડશે. આ ત્રણ કારણે દેવ ઉદ્વેગને પ્રાપ્ત કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દેવ દ્વારા પોતાના મરણ સમયને જાણવાના સંકેતો દર્શાવ્યા છે અને તે સંકેતો દ્વારા