________________
સ્થાન-૩: ઉદ્દેશક ૩
યથા- અન્નથેરે મુહમ્મ. ગચ્છના સાધુઓને સંયમમાં સ્થિર કરનાર શ્રમણ પણ સ્થવિર કહેવાય છે.
ગણધર ઃ— ત્રણ અર્થ છે– (૧) તીર્થંકરના પ્રમુખ શિષ્ય (૨) સાધ્વીઓના વિહાર આદિની વ્યવસ્થા કરનાર (૩) સંઘાડાના પ્રમુખ થઈ વિચરનાર શ્રમણ. પ્રથમ અર્થ પ્રસિદ્ધ છે. બીજો અર્થ ભાષ્ય નિયુક્તિ વ્યાખ્યાઓમાં છે, ત્રીજો અર્થ વ્યવહાર સૂત્રમાંથી સ્પષ્ટ થાય છે.
૨૨૩
ગણાવચ્છેદક – આચાર્યની અનુજ્ઞા લઈ ગણના ઉપકાર માટે વસ્ત્ર, પાત્રાદિના નિમિત્તે કેટલાક સાધુઓને સાથે લઈને વિહાર કરનાર; સેવા, પ્રાયશ્ચિત્ત આદિ વ્યવસ્થા સંબંધી ઘણા કાર્યો અને દેખરેખ કરનાર શ્રમણ.
દેવોને મનુષ્યભવની ઝંખના અને પસ્તાવો :
२१ तओ ठाणाइं देवे पीहेज्जा, तं जहा- माणुस्सगं भवं, आरिए खेत्ते નમ્ન, સુઝલપન્નાયારૂં |
ભાવાર્થ :- દેવ ત્રણ સ્થાનની ઈચ્છા કરે છે– (૧) મનુષ્ય ભવ (૨) આર્યક્ષેત્રમાં જન્મ (૩) શ્રેષ્ઠ કુળની પ્રાપ્તિ.
|२२ तिहिं ठाणेहिं देवे परितप्पेज्जा, तं जहा - अहो ! णं मए संते बले, संते वीरिए, संते पुरिसक्कारपरक्कमे खेमंसि सुभिक्खंसि आयरियउवज्झाएहिं विज्ज- माणेहिं कल्लसरीरेणं णो बहुए सुए अहीए ।
अहो ! णं मए इहलोगपडिबद्धेणं परलोगपरंमुहेणं विसयतिसिएणं णो दीहे सामण्णपरियाए अणुपालिए ।
अहो ! णं मए इड्डि-रस- सायगरुएणं भोगासंसगिद्धेणं णो विसुद्धे चरित्ते फासिए । इच्चेएहिं तिहिं ठाणेहिं देवे परितप्पेज्जा ।
ભાવાર્થ :- ત્રણ કારણે દેવ પરિતપ્ત થાય છે, તે આ પ્રમાણે છે– (૧) અહો ! મેં બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ, ક્ષેમ, સુભિક્ષ, આચાર્ય અને ઉપાધ્યાયની ઉપસ્થિતિ તથા નિરોગી શરીર હોવા છતાં પણ શ્રુતનું અધિક અધ્યયન કર્યું નહીં. (૨) અહો ! મેં આ લોક સંબંધી વિષયોમાં પ્રતિબદ્ધ થઈને તથા પરલોકથી પરાફ્ળમુખ થઈને, દીર્ઘકાલ પર્યંત શ્રામણ્ય પર્યાયનું પાલન કર્યું નહીં. (૩) અહો ! મેં ઋદ્ધિ, રસ અને શાતા ગૌરવથી યુક્ત થઈ, અપ્રાપ્ત ભોગોની આકાંક્ષા કરીને અને ભોગોમાં વૃદ્ધ થઈને વિશુદ્ધ [નિરતિચાર–ઉત્કૃષ્ટ]ચારિત્રનું પાલન કર્યું નહીં. આ ત્રણ પ્રકારની વિચારણાથી દેવ પરિતપ્ત થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ જ્ઞાનના ધારક દેવના ધર્મભાવોનું દર્શન કરાવ્યું છે. દેવો વ્રત–પ્રત્યાખ્યાન,