________________
રરર |
શ્રી કાણાંગ સૂત્ર-૧
પ્રાપ્ત થયા છે, અભિસમન્વાગત-સન્મુખ થયા છે. તેથી હું જાઉં અને તે ભગવંતોને વંદન કરું, નમસ્કાર કરું, સત્કાર કરું, સન્માન કરું, કલ્યાણસ્વરૂપ, મંગલસ્વરૂપ, ધર્મ દેવ સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ એવા તેઓની પર્યાપાસના કરું. (૨) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન, દિવ્ય કામ ભોગોમાં અમૂચ્છિત, અમૃદ્ધ, અબદ્ધ અને અનાસક્ત દેવ વિચારે છે કે મનુષ્યભવમાં અનેક જ્ઞાની, તપસ્વી, અતિદુષ્કર તપસ્વી છે, તેથી હું જાઉં અને તે ભગવંતોને વંદન, નમસ્કાર કરું કાવત્ પર્યાપાસના કરું. (૩) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન, દિવ્ય કામભોગોમાં અમૂચ્છિત, અમૃદ્ધ, અબદ્ધ અને અનાસક્ત દેવ વિચારે છે કે મારા મનુષ્ય ભવના માતા, પિતા, ભાઈ, બેન, સ્ત્રી, પુત્ર, પુત્રી અને પુત્રવધુ છે, તેની પાસે જાઉં અને તેની સમક્ષ પ્રગટ થાઉં, જેથી તે મને ઉપલબ્ધ, પ્રાપ્ત અને સ્વાધીન થયેલી મારી આ પ્રકારની દિવ્ય દેવ ઋદ્ધિ, દિવ્ય દેવ ધુતિ અને દિવ્ય દેવાનુભાવને જુએ.
આ ત્રણ કારણે દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન દેવ મનુષ્યલોકમાં આવવાની ઈચ્છા કરે છે અને આવે પણ છે.
વિવેચન :
મનુષ્ય ભવમાં ધર્મ આરાધના કરી અથવા પુણ્ય સંગ્રહ કરી દેવ થનાર કેટલાક આત્માઓ મનુષ્યલોકમાં આવવાની ઈચ્છા કરે અને કેટલાક માનવ પણ તે દેવોના આગમનની ઈચ્છા કરે પણ પ્રાયઃ તે દેવો આવી શકતા નથી. કોઈક દેવ આવે તો તેના ત્રણ-ત્રણ કારણો ત્રીજા સ્થાનની અપેક્ષાએ પ્રસ્તુત સૂત્રોમાં કહ્યા છે અને ચોથા સ્થાનમાં ચાર ચાર કારણ કહ્યા છે. નહીં આવવાના કારણ:- (૧) આવવાનો દઢ સંકલ્પ ન કરે તો (૨) દેવલોકના સુખોમાં તલ્લીન થઈ જાય તો (૩) હમણા જાઉં, હમણા જાઉં તેમ વિચારણા કરતાં કરતાં જ રહી જાય. આવવાના કારણ - ૧) ગુરુ ભગવંતો પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવા (૨) મહાજ્ઞાની, મહાતપસ્વી શ્રમણોના દર્શન, વંદન કરવા (૩) પોતાના સ્વજનોને પોતાની ઋદ્ધિ બતાવવા.
સૂત્રમાં આચાર્ય આદિ સાત પદવીધરોનો ઉલ્લેખ છે. જેમાં આચાર્ય ઉપાધ્યાય ગણીનું સ્વરૂપ પૂર્વે સૂત્ર ચૌદમાં દર્શાવ્યું છે. શેષ ચાર પદવીધરોનું સ્વરૂપ આ પ્રમાણે છે– પ્રવર્તક - વૈયાવચ્ચ, તપસ્યા આદિમાં સાધુઓની નિયુક્તિ કરનાર. વિશાલ ગચ્છમાં પ્રવર્તક, આચાર્યની નિશ્રામાં હોય છે અને અલ્પસંખ્યક ગચ્છમાં આચાર્યના સ્થાને પ્રવર્તક તે ગચ્છના અધિકારી હોય છે.
સ્થવિર :- વિશાળ સંઘમાં આચાર્ય જેવી યોગ્યતા ધરાવતા બહુશ્રુત અને દીર્ઘદીક્ષાપર્યાવવાળા શ્રમણ સ્થવિર કહેવાય છે. અનેક પરિસ્થિતિઓમાં આચાર્ય પણ તેની સાથે વિચારણા કરીને નિર્ણય કરે છે. કોઈ કારણે આચાર્યને પદ મુક્ત કરવાનો કે પ્રાયશ્ચિત્ત દેવાનો અધિકાર પણ સ્થવિરોને હોય છે. સ્થવિર શબ્દ વિશાળ અર્થનો બોધક છે. તીર્થકરોના પ્રમુખ શિષ્ય ગણધરો માટે પણ શાસ્ત્રોમાં થેરે શબ્દનો પ્રયોગ છે.