________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૩
૨૧૭
અનુગા :- અનુજ્ઞા. બહુ ગુણોના ધારકને આચાર્યાદિ રૂપે સ્વીકારવાની શાસ્ત્રોક્ત આજ્ઞાને અનુજ્ઞા કહેવાય છે. સમvપુણT:- સમનુજ્ઞા.આગમોક્ત સર્વગુણ સંપન્નને આચાર્યાદિ રૂપે સ્વીકારવાની શાસ્ત્રોક્ત આજ્ઞાને સમનુજ્ઞા કહેવાય છે. ૩વરપવા :- ઉપસંપદા. જ્ઞાન, દર્શન, ચારિત્રની વિશેષ પ્રાપ્તિ માટે અન્ય ગણના આચાર્ય, ઉપાધ્યાય અથવા ગણિ પાસે જઈ તેનું અલ્પકાલીન સાંનિધ્ય સ્વીકારવાને "ઉપસંપદા" કહે છે.
વિગM :- અલ્પકાલીન સ્વીકારેલી ઉપસંપદાનું પ્રયોજન પૂર્ણ થતાં તે આચાર્ય આદિનો પરિત્યાગ કરવો, ત્યાંથી નિવૃત્ત થઈ સ્વગચ્છમાં જવું, તે વિગદ કહેવાય છે અથવા સંયમને અનુરૂપ આચરણ ન હોય તેવા આચાર્ય આદિનો ત્યાગ કરવામાં આવે તેને વિના કહે છે.
પ્રસ્તુત સૂત્રનું તાત્પર્ય એ છે કે (૧) શાસ્ત્રોક્ત બહુગુણ સંપન્ન આચાર્યાદિને જીવનભર માટે પોતાના આચાર્યાદિ રૂપે સ્વીકારવાની આજ્ઞા 'અનુજ્ઞા સૂત્ર'થી છે (૨)શાસ્ત્રોક્ત સર્વગુણ સંપન્ન ને પોતાના આચાર્યાદિ રૂપે સ્વીકારવાની આજ્ઞા 'સમનુજ્ઞા સૂત્ર'થી છે (૩) એક આચાર્યની નિશ્રા સ્વીકાર્યા પછી પણ વિશેષ અધ્યયન વગેરે માટે અન્ય આચાર્યાદિનું સાંનિધ્ય સ્વીકાર કરાય તે ઉપસંપદા કહેવાય છે (૪) અધ્યયન વગેરેનું પ્રયોજન પૂર્ણ થતાં તે ઉપસંપદાનો પુનઃ પરિત્યાગ કરાય છે. તે 'વિરહ' કહેવાય. આ અનુજ્ઞા આદિ ચારેયના ત્રણ પદવીધરની અપેક્ષાએ ત્રણ ત્રણ પ્રકાર સૂત્રમાં કહ્યા છે.
વચન–અવચનના ત્રણ-ત્રણ પ્રકાર :|१५ तिविहे वयणे पण्णत्ते, तं जहा- तव्वयणे, तदण्णवयणे, णोअवयणे । तिविहे अवयणे पण्णत्ते, तं जहा- णोतव्वयणे, णोतदण्णवयणे, अवयणे । ભાવાર્થ :- વચન ત્રણ પ્રકારના કહ્યા છે, યથા– (૧) તદ્વચન (૨) તદન્યવચન (૩) નો અવચન. અવચન ત્રણ પ્રકારના કહ્યા છે, યથા– (૧) નો તત્કચન (૨) નો તદન્યવચન (૩) અવચન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વચન અને અવચનનું અંતર પ્રગટ કર્યું છે. જીવાદિ પદાર્થ સૂચક શબ્દોનું ઉચ્ચારણ વચન કહેવાય છે. જીવાદિ પદાર્થ માટે તસૂચક શબ્દ સિવાયના અન્ય શબ્દનું ઉચ્ચારણ 'અવચન' કહેવાય છે. વચન-અવચનના ત્રણ-ત્રણ પ્રકાર છે. તવચન- વિવક્ષિત વસ્તુનું કથન યથાર્થ પણે થાય. જેમ કે ઘટ માટે 'ઘટ' શબ્દનો પ્રયોગ. અથવા વસ્તુનું યથાર્થ નામ. જેમ બાળવા રૂપ ધર્મના કારણે 'અગ્નિ' નામ યથાર્થ નામ છે. આ રીતે ઘટ, અગ્નિ શબ્દ તદ્વચન છે.