________________
૨૧૮ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
નોતવચન- વિક્ષિત વસ્તુનું કથન યથાર્થપણે ન થાય તે. જેમ કે ઘટમાં પટનું કથન. તદન્યવચન વિવક્ષિત વસ્તુમાં તે વસ્તુથી ભિન્ન વસ્તુનું કથન. જેમ કે ઘડાની અપેક્ષાએ વસ્ત્ર અન્ય વસ્તુ કહેવાય. તેથી ઘટ માટે વસ્ત્ર એવો શબ્દ પ્રયોગ કરાય તો તે તદન્યવચન છે અથવા વ્યુત્પત્તિ સૂચક શબ્દના બદલે અન્ય શબ્દથી કથન કરવું. જેમ કે આગ માટે શીત શબ્દનો પ્રયોગ કરવો. નોતદન્યવચન- વિવક્ષિત વસ્તુ માટે અન્ય વસ્તુનું કથન ન કરવું. જેમ કે ઘટ માટે પટનું કથન ન કરવું. (ઘટમાં ઘટનું કથન કરવું.). નોવિચન- નિરર્થક વચન. જેમ કે કોઈ અર્થ ન હોય તેવા ડિલ્વાદિ શબ્દોના પ્રયોગ. અવચન- વચન નિવૃત્તિ. વચનનો નિષેધ અવચન કહેવાય છે.
ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી જણાય છે કે તદ્ધચન અને નોતદન્યવચન એકરૂપ બની જાય છે. તેમાં એક વિધેયાત્મક છે અને એક નિષેધાત્મક છે. તે જ રીતે નોતદ્વચન અને તદન્યવચન એકરૂપ બને છે.
મન-અમનના ત્રણ-ત્રણ પ્રકાર :|१६ तिविहे मणे पण्णत्ते, तं जहा- तम्मणे, तदण्णमणे, णोअमणे । तिविहे अमणे पण्णत्ते, तं जहा- णोतम्मणे, णोतदण्णमणे, अमणे । ભાવાર્થ - મનના ત્રણ પ્રકાર છે, યથા– (૧) તન્મન (ર) તદચમન (૩) નોઅમન. અમનના ત્રણ પ્રકાર છે, યથા- (૧) નોતન્મન (૨) નોતદન્યમન (૩) અમન.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મન-અમનનું સ્વરૂપ તથા અંતર સ્પષ્ટ થાય છે. મનોયોગ્ય પુગલને ગ્રહણ કરી, કોઈપણ પદાર્થ વિષયક વિચારણા, મનન કે ચિંતન કરવાને 'મન' કહે છે. તે મને કોઈ પણ વિષયમાં લીન બને છે તે વિષયના આધારે તેના ત્રણ પ્રકાર છે તેમજ અમનના પણ ત્રણ પ્રકાર છે.
તન્મન = લક્ષ્યમાં લીન મન. નોત”ન = લક્ષ્યમાં અલીન મન. તદન્યમન = અલક્ષ્યમાં લીન મન. નોતદન્યમન = અલક્ષ્યમાં અલીન(લક્ષ્યમાં લીન મન). નોમિન = મનનો લક્ષ્યહીન વ્યાપાર. અમન = મનની અપ્રવૃત્તિ.
અમનના ત્રણ પ્રકારમાંથી ત્રીજા પ્રકારમાં મનનો સર્વથા નિષેધ છે. પ્રથમના બે પ્રકારમાં મનની પ્રવૃત્તિનો અભાવ નથી. તે વિપરીત પ્રવૃત્તિ રૂપ છે. અલ્પવૃષ્ટિ-મહાવૃષ્ટિના કારણો - १७ तिहिं ठाणेहिं अप्पवुट्ठीकाए सिया, तं जहा- तस्सि च णं देसंसि वा