________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૩
[ ૨૧૫ ]
જેટલું જલ પ્રાપ્ત થાય તેને એક વિકટ દત્તિ કહે છે. ૩mોલ, મફિન, નદUM :- જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ દત્તિના બે—બે પ્રકારે અર્થ થાય છે– (૧) ઉત્કૃષ્ટ દત્તિ–૧. પર્યાપ્ત જલ. ૨. કલમી ચોખાની કાંજી, દ્રાક્ષ, ખજૂર વગેરેના પીણા. (૨) મધ્યમ દત્તિ- ૧. અનેકવાર પી શકાય તેટલું અપર્યાપ્ત જલ. ૨. સાઠી ચોખાની કાંજી. (૩) જઘન્ય દત્તિ- ૧. એક વાર પી શકાય તેટલું જલ. ૨. તૃણ, ધાન્યની કાંજી અથવા ઉષ્ણ જલ.
આ રીતે ટીકાકાર શ્રી અભયદેવસૂરિએ ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય વિયત્ત નો અર્થ પ્રમાણ અને દ્રવ્યની અપેક્ષાએ કર્યો છે. વિશેષ માટે જુઓ –નિશીથ સૂત્ર અધ્યયન–૧૯, સંબંધ વિચ્છેદ કરવાના કારણો - |१३ तिहिं ठाणेहिं समणे णिग्गंथे साहम्मियं संभोगियं विसंभोगियं करेमाणे णाइक्कमइ, तं जहा- सयं वा दटुं, सड्डियस्स वा णिसम्म, तच्चं मोसं आउट्टइ, चउत्थं णो आउट्टइ । ભાવાર્થ :- ત્રણ કારણોથી શ્રમણ નિગ્રંથ પોતાના સાધર્મિક, સાંભોગિક સાધુને વિસાંભોગિક કરતાં આજ્ઞાનું અતિક્રમણ કરતા નથી, યથા– (૧) સમાચારીથી પ્રતિકૂળ આચરણ કરતા જોઈને,(૨) શ્રાદ્ધવિશ્વાસપાત્ર સાધુ પાસેથી સાંભળીને (૩) ત્રણવાર મૃષા-અનાચારનું પ્રાયશ્ચિત્ત આપ્યા પછી ચોથીવાર પ્રાયશ્ચિત્ત અપાતું ન હોવાથી અર્થાત્ ચોથી વાર તે જ અપરાધ કરે ત્યારે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાંભોગિક સાધુને વિસાંભોગિક બનાવવાના કારણો દર્શાવ્યા છે.
સાંભોગિક – જે સાધુઓમાં પરસ્પર આહારાદિના આદાન-પ્રદાનનો વ્યવહાર હોય, તેઓ સાંભોગિક કહેવાય છે.
સંઘના નાયક અથવા આચાર્ય કોઈ સાંભોગિક સાધુને જો સમાચારીથી વિરુદ્ધ આચરણ કરતા સ્વયં જુએ અથવા કોઈ વિશ્વાસપાત્ર સાધુ પાસેથી સાંભળે અથવા તે અપરાધની શુદ્ધિને માટે ત્રણવાર પ્રાયશ્ચિત્ત આપ્યા પછી ચોથીવાર તે જ અપરાધ કરે, તો સંઘના નાયક–આચાર્ય આદિ પોતાની સાંભોગિક સાધુ મંડળીથી તેને પ્રથકુ કરી શકે છે. તેમ કરતા તે ભગવદ્ આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી પરંતુ આજ્ઞાનું પાલન કરે છે. પૃથક્ કરેલા તે સાધુને વિસાંભોગિક કહે છે.
- આચાર્યની આ પ્રકારની કાર્યવાહી દોષિત સાધુને માટે દંડરૂપ છે, તેમજ તેના દોષસેવનને વારંવાર જોઈને અન્ય સાધુ તે પ્રકારની પ્રવૃત્તિમાં જોડાઈ ન જાય તેના માટેની સાવધાની રૂ૫ છે. તવં મો – આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) કોઈપણ દોષ સેવનનું પ્રાયશ્ચિત્ત કરી પુનઃ તે