________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
પ્રેરણા કરવાની ક્ષમતા ન હોય અથવા પ્રેરણા કરવાથી અન્ય સાધકને અસમાધિ ઉત્પન્ન થતી હોય તો મૌનપૂર્વક ઉપેક્ષા કરી, પોતાના સંયમમાં સાવધાન રહે. તેમ કરવાથી નવો કર્મબંધ ન થાય અને આત્માની સુરક્ષા થાય. (૩) મૌન કે ઉપેક્ષાની ક્ષમતા ન હોય અને ત્યાં વારંવાર કર્મબંધ તથા અસમાધિ ઉત્પન્ન થતી હોય તો ત્યાંથી એકાંતમાં ચાલ્યો જાય, જેથી આત્મા કર્મબંધથી સુરક્ષિત થઈ જાય. આ ત્રણે આત્મ સુરક્ષાના સ્થાન પ્રસંગાનુસાર સ્વીકારનાર વિવેકી શ્રમણ આત્મરક્ષક કહેવાય છે.
૧૪
ઉપસર્ગની અપેક્ષાએ આ સૂત્રનો અર્થ આ પ્રમાણે છે– (૧) આત્મરક્ષક સાધક ઉપસર્ગ આપનાર પ્રતિ પ્રતિકૂળ આચરણ ન કરે પરંતુ તેને ધર્મોપદેશ આપી ઉપસર્ગ આપતા રોકે. તેના પ્રતિ ક્ષમા રાખી, તેનું અહિત ન થાય તેમ ચિંતવી આત્માની રક્ષા કરે છે. (૨) આત્મરક્ષક જે સાધક ઉપદેશ આપવા સમર્થ ન હોય, તો મૌન રહી ભાષા સમિતિનું પાલન કરી આત્મરક્ષા કરે. (૩) જે સાધક મૌન રહેવા કે ઉપદેશ આપવા સમર્થ ન હોય, તો તે સ્થાનથી સ્થાનાંતર કરી, અન્યત્ર ચાલ્યા જઈ, અશુભ સંકલ્પ- વિકલ્પથી આત્મરક્ષા કરે છે અર્થાત્ સંકલ્પ વિકલ્પ ન કરે.
ત્રીજી રીતે આ સૂત્રનો અર્થ એમ પણ થાય છે કે કોઈ શ્રમણો પરસ્પર વિવાદ કે ક્લેશ કરતા હોય તો તેઓને (૧) ધાર્મિક શિક્ષાઓથી શિક્ષિત કરે (૨) તેઓને શિક્ષા આપી શકે તેમ ન હોય તો મૌન રાખે (૩) મૌનભાવ રાખવા છતાં સંકલ્પ વિકલ્પ થતાં હોય, કર્મબંધ થતો હોય તો ત્યાંથી ઊઠી બીજા સ્થળે
ચાલ્યા જાય.
ગ્લાન માટે વિશિષ્ટ ઔષધ પરિમાણ :
१२ णिग्गंथस्स णं गिलायमाणस्स कप्पंति तओ वियडदत्तीओ पडिग्गाहित्तए, તેં નહીં- તોસા, માિમા, નહા |
ભાવાર્થ :- રોગથી ગ્લાન[રુગ્ણ]સાધુને વિશિષ્ટ પ્રકારની ઔષધની ત્રણ પ્રકારની દત્તિઓ (ઔષધની માત્રા)લેવી કલ્પે છે, યથા– (૧) ઉત્કૃષ્ટ દત્ત (૨) મધ્યમ દત્તિ (૩) જઘન્ય દત્ત.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રોગથી ઘેરાયેલ શ્રમણ માટે વિશિષ્ટ ઔષધ ગ્રહણ કરવાનું પ્રમાણ માત્રાનું
સૂચન છે.
વિયડ પત્તીઓ : આ સૂત્રનો નિશીથ સૂત્રના ઓગણીસમાં ઉદ્દેશકના પ્રારંભના સૂત્રો સાથે સંબંધ છે. ત્યાં ગ્લાન માટે ત્રણ વિયડ દત્તિનું ઉલ્લંઘન કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અહીં તે જ ત્રણ વિયડ દત્તિ ગ્રહણ કરવાનું વિધાન છે. બીમારીના પ્રસંગે વિયડત્તિ'નો અર્થ 'ઔષધિ' કરવો, તે જ પ્રાસલૈંગિક છે.
'વિયડ' અને 'દત્તિ' શબ્દના બહુ પ્રચલિત અર્થના કારણે વ્યાખ્યાકારોએ અચિત્ત પાણી સંબંધી અર્થ કર્યો છે, તે આ પ્રમાણે છે– વિકટ = અચિત્ત પાણી અને દત્તિ = ધારા તૂટયા વિના અર્થાત્ એક ધારમાં