________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૩
[ ૨૧૩]
१० तिहिं ठाणेहिं वत्थं धरेज्जा, तं जहा-हिरिवत्तियं, दुगुंछावत्तियं परीसहवत्तियं । ભાવાર્થ :- નિગ્રંથ અને નિગ્રંથીઓ ત્રણ કારણે વસ્ત્ર ધારણ કરે છે, તે આ પ્રમાણે છે– (૧) લજ્જા નિવારણ માટે. (૨) ધૃણા નિવારણ માટે. (૩) શીતાદિ પરીષહના નિવારણ માટે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીના જીવન માટે ઉપયોગી ઉપકરણોનું કથન છે. ત્રીજા સ્થાનના કારણે અહીં ત્રણ પ્રકારના વસ્ત્ર કહ્યા છે. અન્ય શાસ્ત્રમાં પાંચ કે છ પ્રકારના વસ્ત્ર ધારણ કરવાનો ઉલ્લેખ છે.
ત્રણ પ્રકારના કલ્પનીય વસ્ત્ર :- (૧) જાંગિક– ઘેટા વગેરે જંગમ જીવોના વાળમાંથી બનતા ઊન વગેરેના વસ્ત્ર. (૨) ભગિક– અળસી વગેરેને કૂટીને તેના શણમાંથી બનાવાતા વસ્ત્ર. (૩) ક્ષૌમિકકપાસ–રૂ માંથી બનતા સુતરાઉ વસ્ત્ર. ત્રણ પ્રકારના કલ્પનીય પાત્ર:- પાત્ર માટે શાસ્ત્રોમાં સર્વત્ર ત્રણ પ્રકારનો જ ઉલ્લેખ છે. અન્ય મતના શ્રમણો માટે પણ સૂત્રોક્ત ત્રણ પ્રકારના પાત્રનો જ ઉલ્લેખ છે– કાષ્ટના, તુંબાના અને માટીના. આ પ્રકારના પાત્ર સંબંધી વિધાનમાં સાધુની સાદગી, પરિગ્રહની મર્યાદા, વિવેક અને અપ્રમાદ જળવાઈ રહે તેવા ભાવોની પ્રમુખતા રહેલી છે. વસ્ત્ર ધારણ કરવાના ત્રણ કારણ:-(૧) સ્વયંની લજ્જા નિવારણ માટે. (૨) નગ્ન શરીરને જોઈ કોઈને ઘણા જન્મે તે નિવારવા માટે. (૩) ઠંડી વગેરેથી શરીરનું રક્ષણ કરવા માટે સાધુ વસ્ત્ર ધારણ કરે છે.
ત્રણ આત્મરક્ષક :
|११ तओ आयरक्खा पण्णत्ता, तं जहा- धम्मियाए पडिचोयणाए पडिचोए त्ता भवइ, तुसिणीए वा सिया, उट्ठित्ता वा आयाए एगंतमंतमवक्कमेज्जा । ભાવાર્થ :- ત્રણ પ્રકારના આત્મરક્ષક કહ્યા છે, યથા– (૧) ધાર્મિક પ્રેરણાથી પ્રેરિત કરનાર (૨) પ્રેરણા આપવાની સ્થિતિ ન હોય તો મૌન ધારણ કરનાર (૩) મૌન અને ઉપેક્ષા કરવાની સ્થિતિ ન હોય તો ત્યાંથી ઊઠીને એકાંતમાં જનાર.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આત્મરક્ષકના ત્રણ આચારનું સ્વરૂપ દર્શાવ્યું છે– (૧) સંઘ સમૂહમાં રહેનાર શ્રમણ, સહચારી–સાધર્મી શ્રમણોને પોતાની શક્તિ સામર્થ્ય અનુસાર આચાર વિચારમાં પ્રેરણા-સારણા, વારણા કરે. કારણ કે સહચારી શ્રમણોની સંયમ સુરક્ષામાં પોતાના સંયમની સુરક્ષા રહેલી છે. (૨) જો