________________
[ ૨૧૨ |
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
આલોચનાદિ કરી શકતા નથી.
પ્રસ્તુત સૂત્રોમાં આલોચના કરવા અને ન કરવા વિષયક નવ-નવ કારણો દર્શાવ્યા છે. તેનું તાત્પર્ય એ છે કે
(૧) ભારેકર્મી જીવને પોતાનું કૃત્ય પાપરૂપ ન લાગે ત્યાં સુધી તેને આલોચનાદિ કરવાની ઈચ્છા જ થતી નથી. (૨) કદાચ પોતાનું કૃત્ય પાપરૂપ લાગે પણ આલોચોનાદિ કરીશ તો અપકીર્તિ-અપયશ ફેલાશે, મારો સત્કારાદિ નહીં થાય તેવા મનઃકલ્પિત ભયથી આલોચના કરતા નથી. પરંતુ કોઈ હળુકર્મી, પાપભીરુ જીવ દોષના કટકળને જાણી, તેની આલોચનાદિ કરીને પોતાનો આ ભવ, પરભવ અને ભવપરંપરાની શુદ્ધિ કરે છે. તેમજ જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ માટે અને આરાધના માટે પણ સાધક આલોચનાદિ કરી વિશુદ્ધ બને છે.
શ્રુતધારક પુરુષ :
७ तओ पुरिसजाया पण्णत्ता, तं जहा- सुयधरे, अत्थधरे, तदुभयधरे । ભાવાર્થ :- ત્રણ પ્રકારના પુરુષ છે, યથા– (૧) સૂત્રધર (૨) અર્થધર (૩) તદુભયધર. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શ્રુતજ્ઞાનના ધારક વ્યક્તિનું કથન છે. (૧) મૂળપાઠ રૂપ સૂત્ર-આગમને જાણનાર (૨) તેના અર્થને જાણનાર (૩) સૂત્ર તથા અર્થ બંનેને જાણનાર. આ ત્રણ પ્રકારના શ્રુતજ્ઞાનને ધારણ કરનાર વ્યક્તિમાંથી સૂત્રધર કરતાં અર્થધર અને તેના કરતાં ઉભયધરને પ્રધાન જાણવા. શ્રમણના કલ્પનીય વસ્ત્ર પાત્ર :| ८ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा तओ वत्थाई धारित्तए वा परिहरित्तए વા, નહ- નશિપ, માપ, વોમિર ! ભાવાર્થ :- નિગ્રંથ સાધુઓને અને નિર્ચથી સાધ્વીઓને ત્રણ પ્રકારના વસ્ત્ર રાખવા અને પહેરવા કલ્પ છે, યથા- (૧) જાંગિક–ઊનના વસ્ત્ર (૨) ભાંગિક-શણના વસ્ત્ર (૩) ક્ષૌમિક-રૂના વસ્ત્ર.
९ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा तओ पायाई धारित्तए वा परिहरित्तए वा, तं जहा- लाउयपाए वा, दारुपाए वा, मट्टियापाए वा । ભાવાર્થ :- નિગ્રંથ અને નિગ્રંથીઓને ત્રણ પ્રકારના પાત્ર ધારણ કરવા અને ઉપયોગ કરવા કહ્યું છે, યથા- (૧) તુંબાનું પાત્ર (૨) કાષ્ટ પાત્ર (૩) માટીનું પાત્ર.